________________
૧૩૦
થાય છે. અને બીજે વેપાર કરવા જાય છે તે ગુમાવે છે. અમુક વ્યક્તિ અમદાવાદમાં ધન ગુમાવે છે અને મુંબઈ જાય છે તે કમાય છે. એટલે તેનો પુદય મુંબઈ ક્ષેત્રને આશ્રીનેજ થ. આકાશમાં ઉડવા વગેરેની શક્તિઓ અમુક પક્ષીના ભવને આશ્રીને જ પ્રાપ્ત થાય છે.
આમ બનવાનું કારણ એજ કે તે તે કર્મ બાંધતી વખતે તેવા તેવા વિચિત્ર અધ્યવસાયે દ્વારા તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ વગેરે નિયત થયેલા. તેથી તે તે કર્મને ઉદય તેવા તેવા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રીનેજ ઉદયમાં આવે છે.
જો કે કેટલાક કર્મ નિમિત્ત વગર પણ ઉદયમાં આવે છે. દાખલા તરીકે કેઈ ઓચિંતો પેટનો દુઃખાવો થે માથું દુઃખવું વગેરે.
એવી રીતે કર્મ ઉદયમાં પાંચ નિમિત્તોની અપેક્ષા રહે છે. સુ ? હમેશા કર્મ સંબંધી સમજ વધારવાની ખાસ જરૂર છે. જેથી મહામૂલ્યવાન મળેલ મનુષ્ય જીંદગીને સુધારો થાય. એટલે કે મુક્તિનું ધ્યેય સફળ થાય.
અને ચરિત્રના નાયક ભીખારી બનેલ છત્રકુંવરનું ધ્યેય તે હમણ ભીખ માંગવાનું ચાલુ હોવા છતાં રાજ્ય હક્ક મેળવવામાં જ લીન છે.