________________
સર્વ પુદ્ગલ દ્રવ્યને એક એક જીવે અનંત અનંતવાર શરીર રૂપે, સાધનરૂપે, પરિભોગરૂપે અને ભોજનરૂપે ભોગવ્યા છે છતાં મૂઢ જીવ જયારે ભગને પામે છે, ત્યારે નવા જ મલ્યા હોય એમ માની અતૃપ્ત થઈને ભોગવવા તૈયાર રહે છે. સમુદ્ર જેમ પાણીથી ભરાતે જ નથી, તેમ આત્મા પણ કઈ દિવસ ધરાતે નથી. વિષયાભિષમાં વૃદ્ધ થયેલે જીવ ભવભવે જરાય તૃપ્તિ પામતું નથી. આ બધી “ભવભાવનામાં જણાવેલી વાતે વિચારતાં જણાય છે કે જીવે વિષય સંબંધી સુખે અનંતવાર અનુભવ્યા છે અને તેના કારણે અનંતગણ દુખે પણ અનુભવ્યા છે. તે હવે હે જીવ! અત્યારે તેને સર્વ સામગ્રી અનુકૂળ મળી છે, તે સમયે ભવદુઃખને નાશ કરવામાં સમર્થ એવા શ્રી જિનેશ્વર દેવના ભાંખેલા ધર્મમાં બરાબર ઉદ્યમ કર, જેથી ભવભ્રમણ મટે. આ જીવ જગતમાં પુદ્ગલેના પાસમાં રહી ભવોભવ ભ્રમણ કરી કરીને અનંતાનંતકાળ દુઃખ ભોગવતે જ રહ્યો છે. ૪.
મોહ રાજા કૌતુક, કુતૂહલ, રમત ગમ્મત ઉપજાવી નાચ નચાવે તેમ જીવ નાચે છે. વળી ભાનમાં આવે ત્યારે શુરવીર બને છે અને ભવનો નાશ કરીને મુક્તિ પણ ખરેખર મેળવે છે. ૫ રાજકુંવરે રમતમાં રે પહેર્યો ભીખારીને વેશ, ઘરઘર ભીખના ટુકડારે,માંગ્યા સુખ નહિ લેશ સલૂણે. ૬ પણ ધ્યેય ચુકયે નહીં રે રાજ્ય લેવાને કાજ, તે અંતે સુખ મેળવી, કયું વર્ષ બહુ રાજ. સ. ૭