________________
૧૮
કર્મબંધના ચાર પ્રકારમાં પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રિસ્થતિબંધ અને રસબંધ છે એને ટુંક ટુંક સાર જંણાવ્યા બાદ હવે કર્મના ઉદયમાં ક્યા નિમિત્તે સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે. તેના નિમિત્ત પાંચ છે તે ખાસ સમજવા જોઈએ.
કર્મ ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચ નિમિત્તો છે. જેવી રીતે કર્મબંધ થતી વખતે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને રસબંધ એ ચાર નિયમો થાય છે. તેવી જ રીતે કર્મબંધ થતી વખતે બીજા પાંચ નિયમો પણ થાય છે. - (૧) કર્મ જે વખતે ફળ બતાવશે તે વખતે ફળ બતાવવામાં કઈ વસ્તુ નિમિત્ત થશે ? તેને નિયમ કે તેનું નામ દ્રવ્યને નિયમ, જેમકે અમુક માણસને કર્મને અમુક ભાગલે આઠ દિવસ પછી બે દિવસ સુધી ખૂબ જોરથી તાવ આવશે ! પરંતુ મચ્છર કરડવાથી કે લાડુ ખાવાથી કે વધારે કેળા ખાવાથી ?
ક્યા નિમિત્તે તાવ આવશે ? તેને નિયમ કે તે દ્રવ્ય નિમિત્ત કહેવાય. દ્રવ્ય એટલે ધન પૈસે લક્ષ્મી, રૂપીયા સેનામહોર નહીં. પણ દ્રવ્ય એટલે લાંડુ, કેળા વગેરે વગેરે વસ્તુઓ અહીં સમજવી. કેળા ખાવાથી તાવ આવવાનો નિયમ થયો હોય તે તે માણસ કર્મબંધ થયા પછી આઠમે દિવસે કેળા ખાયને બે દિવસ સુધી ખૂબ જોરથી તાવ આવે. તેવી જ રીતે ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પણ નિયમ થાય છે.
(૨) તાવ આવશે, પરંતુ મુંબઈથી અમદાવાદ જતા સુરત