________________
વ્યવહાર ચતુર ડોસીના મગજમાં એક ને તુક્કો સૂઝી આવે.. એ દેડતી ઘરે આવી. ઉઠ, દિકરા, આ ઘંટી પર બેસી જા.
ઘંટી પર બેસી કેવી રીતે પોતાની જાતને છૂપાવી શકાશે એ મુંઝવણમાં એ ધ્રુજી ઉઠ્યો. પણ અનુભવી ડોસીએ કહ્યું. “તું તે ખરો ? ગભરાવાની કશી જ જરૂર નથી. હમણાં જ બધું તેફાન ઉતરી જશે.
કુમારપાળ ઘંટી પર બેસી ગયા. અને ડોસીએ ઘંટીના થાળાનું કાણું માટીથી છાંદી લઈ થાળું પાણીથી ભરી દીધું. આ બાજુ વિદ્વાન્ જેશીઓએ પ્રશ્ન કુંડલીઓ બનાવી સૂક્ષ્મ ગણિત કરી જણાવ્યું કે “મહારાજા શિકાર છટકી રે લાગે છે. અમારૂ જતિષ કહે છે કે કુમારપાળ હાલ એક બેટ ઉપર બેઠે છે. અમારૂ જતિષ કદી પણ ખડું પડ્યું નથી. એટલે હવે અહીં ધમાલ કરવાની કશી જ જરૂર નથી. જલદીથી ચારે બાજી સૈનિકોને દોડાવે તે નજીકનાં કઈ બેટ પરજ એનો પત્તો લાગી જશે.
મહારાજા વિચારમાં પડયા, બીજી બાજુ મહલ્લાના લેકે પણ વિશ્વાસપૂર્વક કહી રહ્યા હતા કે, “મહારાજા અમે કોઈને પણ સંતાડ નથી, ખુશીથી ઘરની ઝડતી લેવરાવે, જે અમે દોષિત ઠરશું તે અમે ફાંસીને માંચડે પણ ચડવા તૈયાર છીએ. મહારાજાને વિશ્વાસ બેઠો, આથી મહેલાના ઘર તપાસવાનું પડતું મૂકી, મહારાજા તથા રાજસેવકે વીલે મેઢે પાછા ફર્યા.