________________
૨૨૨
અને વિશાળ ધરેનો પણ પાર નહિ આથી ક્યા ઘરમાં એ સંતાયે હશે એ શોધવું ભારે મુશ્કેલ હતું. વળી એકેએક ઘરની ઝડતી લેવામાં આવે તે એકજ ઘરની ઝડતી કરવામાં ખાસ્સો. કલાક થઈ જાય, અને એક સામટા ઘણા ઘરની ઝડતી લેવામાં આવેતે સેંકડો રાજસેવકે લાવવા પડે, વળી કદાચ એથી જામતા ટેળામાં એને રાજ સેવક જેવો પોશાક પહેરાવી ભેળવી દેવામાં આવે તે બાજી હાથથીજ જાય. રાજપુરુષો મુંજાયા, મહારાજાને ખબર આપવામાં આવી, પરિણામે ખુદ મહારાજા સિદ્ધરાજ જ્યસિંહ પિતે ત્યાં આવી પહોંચ્યા.
આવેલે શિકાર હાથથી છટકી ન જાય એ માટે કઈ કઈ ઉપાયો વિચારવામાં આવ્યા. અને એ માટે વિદ્વાન જોશીની પણ મદદ મેળવવામાં આવી. એ કાળમાં ભારતીય જ્યોતિષ ખૂબ વિકાશ પામ્યું હતું.
પ્રશ્ન કુંડલીઓ, રમલ જેવા પાસાઓ, તથા શબ્દ શાસ્ત્ર ઉપરથી ભાખવામાં આવતુ, ભવિષ્ય સાચું પડતું, મહારાજા સિદ્ધરાજને જ્યોતિષ પર પણ ખૂબ શ્રદ્ધા હતી એટલે તુરત જ જોશીઓને બોલાવ્યા. અને મહોલ્લાના ઘરોની સંખ્યા તથા ક્રમાંકે આપી ક્યા ઘરમાં કુમારપાળ સંતાયો છે તે શોધી કાઢવા જાણાવ્યું. જેશીઓએ પ્રશ્ન કુંડલીઓ મૂકી, બહાર બનતી હિલચાલ પર બારીક નજર રાખતી ડેસીએ વિચાર્યું કે કુમારપાળની હવે રક્ષા થવી મુશ્કેલ છે. પણ એ અનુભવી અને