________________
ર૧૯
કાઢી નાખી ભાવિને માર્ગ નિષ્કટક કરવાનો નિર્ણય કર્યો. કુમારપાળને આથી ગામેગામ, વનેવન, નાસતા ભાગતા રહેવું પડયું. રાજભયથી કેટલાક એને સહાય આપવા લાચારી બતાવતા તે કઈ કઈ એના પુણ્ય પ્રભાવથી આર્કાઈ એને ખાતર પિતાને જાન પણ હેડમાં મુક્તા. પાછળ પડેલા સૈનિકોના પંજામાંથી એને બચાવવા ભીમસિંહનામના એક ખેડૂતે કાંટાના ઢગલા નીચે એક ખાડામાં એને સંતાડી દીધું હતું. સૈનિકોને વહેમ આવવાથી કાંટામાં એમણે ભાલા થેંચ્યા પણ પુણ્યપ્રભાવે એ એમાંથી બચી ગયે.
એકવાર એવાજ કારણસર પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતાના ઉપાશ્રયમાં એને પુસ્તકના ઢગલા નીચે છૂપાવી રાખ્યું હતું. મંત્રી ઉદયને પણ એકવાર પોતાના વિશાળ મકાનમાં કુમારપાળને સંતાડયા હતા. ગુર્જરેશ્વર થવાની આશા ધરાવતો ચાહડ પિતાનો પુત્ર હોવા છતાં મંત્રીશ્વરે કુમારપાળને ખૂબજ મદદ કરી હતી. પણ સિદ્ધરાજની ભીંસ વધી રહી હતી. આથી કોઈ એને આશ્રય આપતું નહિ. ક્યારેક કુમારપાળને લાંઘણો ખેંચવી પડતી. ક્યારેક ઝાડ નીચે ખુલ્લા મેદાનમાં જમીનની પથારી કરી સૂઈ રહેવું પડતું.
આ નાસભાગમાં એ એક દિવસ પાટણ આવ્યું અને ઓળખાઈ ગયે. રાજસેવકેએ એને પકડી લેવા દેવાદેડ કરી તે વખતે કુમારપાળ દેડીને એક મહલ્લામાં ઘૂસી ગયા. મહે