________________
જ૮
છે. (જનકલ્યાણ લેખક રતીલાલ મફાભાઈ) Kસે જેશી ને એક ડોશી” વ્યક્તિ કે વ્યકિતઓના હાથે. જેમ ડહાપણ અને ઉડે અનુભવ સમાયેલું છે. એવી ઘટનાઓ બની આવે છે. ત્યારે એમાંથી કહેવતો નિર્માણ થઈ આવે છે. એ જ પ્રસંગ બનતાં લેકે એ કહેવતને ઉપયોગ કરે છે.
આપણા ગુજરાતને ઇતિહાસ ચૌલુક્યવંશી મહારાજ સિદ્ધરાજ સિંહનાં પરાક્રમો અને યશગાથાઓથી તેજસ્વી બન્યા છે. ગુજરાતની અસિમતા માટે એને ભારેમાન અને ગૌરવ હતું એના રાજ્ય અમલ દરમિયાન ગુજરાતની યશકીર્તિ દૂર દૂર દિગદિગંત સુધી વ્યાપેલી હતી. રાજ્ય સમૃદ્ધિની ટોચે પહોંચ્યું હતું. વાણિજ્ય અને વ્યાપાર ઉપરાંત વિદ્યા, કળા, શિલ્પ આદિને પણ ભારે વિકાસ થયો હતો, પણ એને ભવ્ય વારસો ટકાવી રાખે એ એને કઈ પુત્ર જ નહોતો.
એ વારસો જાળવી રાખે એવો એકજ વીર પુરુષ હતા, અને તે હતો ભાવી મહારાજા કુમારપાળ. કુમારપાળ આમ જેકે કૌટુંબિક સંબંધે સિદ્ધરાજના પિત્રાઈ ભાઈના પુત્રને પુત્ર હતો. પિતાની પાછળ કુમારપાળ ગાદીએ આવે એ સિદ્ધરાજને ખૂબ ખૂચા કરતું હતું. આથી સિદ્ધરાજે વારસદાર તરીકે ઉદયન મંત્રીના પુત્ર ચાહડ પર પસંદગી ઢોળી હતી.
કુમારપાળ પ્રત્યે સિદ્ધરાજને નાપસંદગી હેઈ કેટલાક સરદારોમાં કચવાટ જાગે. આથી સિદ્ધરાજે કુમારપાળનેજ કાંટે