________________
વીએ છીએ. ગ્રહનક્ષત્રની ચાલ પણ અમે જાણીએ છીએ. ખોટું કહીએ તો અમારૂ ચાલે જ કેમ ? એવી કેટલીક વાતો કરીને ભજન જમીને ગયા બાદ મંત્ર તંત્ર યંત્રવાદીઓ પણ આવ્યા. તેઓએ પણ પોતે ચમત્કારીક યંત્રે વિધિસર લખીને બનાવેલા છે. તેના પ્રભાવથી ત્રણ ચાર દિવસમાં જ ફેર પડી જશે. અમોએ મંત્ર તંત્રની સાધના જોખમ વહેરીને ઉત્તરસાધક મજબૂત રાખીને પણ સિદ્ધ કરેલ છે. અમોએ ઘણી વનસ્પતિઓના ક વાંચ્યા છે આમ્નાય (વિધિ) અમોએ મેળવેલી છે. યંત્રમાં લખેલ મંત્રના જાપ અમેજ જપી આપીશું વિગેરે કહી ભોજન જમીને ગયા. - ત્યાર બાદ રાજાએ આસનવાદીઓને પણ બોલાવ્યા. આસને કરવાથી થતા લાભ જણાવ્યા. રાજકુંવરને ત્રણ ચાર દિવસમાં આસન શીખડાવીને રોગને નાશ કરીશું. જેથી અમે ઈનામ મેળવીશું. એમ કહી રાજ રસોડે જમીને ગયા.
ત્યાર બાદ રાજાએ પંડિતોને બોલાવ્યા. સાથે જ બ્રાહ્મણે (ભદ)ને પણ બોલાવ્યા. કે તરત જ ઝટ આવીને હાજર થયા. રાજાએ પણ ઉભા થઈ મસ્તક નમાવી સન્માન કર્યું. પંડિતો તેમજ બ્રાહ્મણોએ મધુર વાણીમાં આશિર્વાદ આપ્યા. આસન ઉપર બેઠા અને કલેક બોલીને સભા ગજાવી મૂકી. સભાજનો પંડિતોના તેમ બ્રાહ્મણના મુખથી બોલાતા લેકે સાંભળીને બહુ ખુશ થઈ માન ધરાવતા થયાં. આગેવાન પંડિતજી કહે છે