________________
ર૧૩
કે હે રાજન અમેએ ગૂઢ રહસ્યથી ભરેલા એવા વેદો વાંચ્યા છે તેમજ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વિગેરે વિગેરેને અભ્યાસ બહુ મહેનત પૂર્વક કર્યો છે. વાદવિવાદ તર્કમાં પણ અમે નિપુણ છીએ. દરેક વિષયમાં અમારૂ મગજ બરોબર કામ આપે છે. ભણવું અને ભણાવવું એતો અમારૂ ખાસ વ્યસન છે. હે રાજનું વેદમંત્રોના કલેક બોલાશે. તેમ તેમ કુંવર સાજા થતા જશે. આ વેદમંત્રના પ્રભાવથી રોગ, શેગ, ભૂત, ડાકણ, શાકણ વિગેરે દૂર થાય છે. અને ફરી પાસે આવતા નથી. આ ઉપાય રચવા માટે એક મોટે મંડપ બંધાવી યજ્ઞ કરાવો. સાથે સાથે આગેવાન વિખ્યાત બ્રાહ્મણે પણ પ્રોત્સાહન વધારવા જણાવી દીધું કે હે રાજન પંડિતજીનું કહેવું બરાબર છે અને બ્રાહ્મણ, સન્યાસી, સંતોની સાત નાત જમાડવાનું રાખશો. યજ્ઞની સાથે સાત નાત જામશે એટલે જલદી તુરત કુંવરને પણ આરામ થશે. રાજકુંવરને જલદી સારું થાય એજ ઉપાય બતાવે છે. રાજા રાજપંડિતોની અને બ્રાહ્મણની વાત સાંભળી બહુ ખુશ થયા. કારણ કે રાજાઓને મોટા કામે ગમે છે. વળી રાજયમાં કંઈ તૂટે નથી. જેથી પ્રધાનોને સૂચના કરી દીધી કે માટે મંડપ બંધાવે. અહિંસક યજ્ઞ કરાવે. સાત નાત બ્રાહ્મણ, સંન્યાસી, સંતોની જમાડે, જેથી સાતમે દહાડે સુખનો દહાડે જોશું. રાજાનો હુકમ થતાં જ પ્રધાનોએ પણ સરસ સુંદર મંડપ બંધાવ્યો. યજ્ઞમાં ભાગ લેનારાઓ પંડિતો, બ્રાહ્મણ વિગેરે હાજર થયા. અને યજ્ઞનો મહિમા કીર્તન કરવા લાગ્યા. નાત જમાડવાનું પણ શરૂ