________________
આપણે હવે ચાલુ વાર્તાના નાયક છત્રકુંવર અને ભાણકુંવર તેઓ પણ કેવી કેવી વિચિત્રતા અનુભવી રહ્યા છે. તેને વિચાર ચાલે છે. ખરે રાજકુંવર તે હાલ ભાણીયાના વેષે ભીખારી દશા અનુભવી રહ્યો છે. છતાં હૃદયમાં તેનું ધ્યેય રાજયને વારસ હક ચાલ્યા ગયે છે તે પાછો કયારે મળવું ? મારા પિતાજી મળે તો બધો ખુલાસે થઈ શકે. પણ રાજાને મળવાની તક મળતી જ નથી. છતાં પણ તે તક મેળવવાનું શ્રેય તે રાતદિન, હૃદયમાં ચાલુ જ છે. આ બાજુ રાજમહેલમાં રંક ભાણીયે તે હાલ છત્રકુંવરના વેશમાં છે. સહુ કોઈ રાજકુંવર તરીકે જાણે છે. પણ પિતાને તો ઘણે જ ભય છે. હું ભીખારી ભાણું છું. મારે વેષ મને અપાવે એટલે હું જાઉં. આ રીતે બેલવાથી દરેકને એમ જ થઈ ગયું છે કે જરૂર રાજકુંવરને અચાનક કંઈક થઈ ગયું છે. કોઈને ઓળખતા પણ નથી. અને લવારો કર્યા કરે છે. જેથી જલદી તબીયતમાં સુધારો થાય તેવા ઉપાયો રાજાએ આદરી દીધા છે. પહેલા વૈદ્યો આવી ગયા. અને નાડી જોઈને એવું નિદાન કર્યું કે મગજમાં ગરમી–વાયુ ભરાયેલ છે. માટે ગભરાવાની કંઈ જરૂર નથી રાગને નાબુદ કરવા માટે ઉંચા પ્રકારની દવાના પડીકા આયા, ત્રણ ચાર દિવસમાં જ જરૂર ફેર પડી જશે. એમ કહ્યા બાદ ભેજન જમીને ગયા બાદ જોશીઓ આવેલા. તેઓએ પંચાગ ટીપણા તપાસી ગણત્રી કરીને કહ્યું કે શનિ અને મંગળ નડે છે. જેથી તેના જાપ જપાવે. ત્રણ ચાર દિવસમાં જ ફાયદો જણાશે. અમો ગ્રહણ પણ સાચું કહી બતા