________________
૨૦૩
શી રીતે પડતા હશે ? એના સંબંધમાં સમજવાનુ કે એકી સાથે અનેક ક્રિયાઓ થઈ શકે છે, એન્જિનમાં કાલસા પુરાતા હાય છે. પાણી ઉકળી રહ્યું હોય છે. તેની વરાળ થતી હાય છે. તેને ધક્કો લાગતાં દંડ ઉંચા નીચા થતા જાય છે. અને પૈડુ ચાલતુ હાય છે. વગેરે વગેરે. અહીં પણુ તેમજ સમજવું જે સમયે કાણુ વણા આત્મપ્રદેશા સાથે મિશ્રિત થાય છે—મળી જાય છે. તેજ સમયે યોગસ્થાનકના બળ મુજબ તેના ભાગલા પડી જાય છે. અને તે દરેક ભાગલાના સ્વભાવના કાર્યોના
—
નિયમ થઈ જવા, તેનું જ નામ પ્રકૃતિબંધ. જો કર્મના ભાગલા ન થતા હાય અને તેને જુદા જુદા સ્વભાવ નક્કી ન થતા હાય તેા કર્મ એક પ્રકારનું જ રહે. અને તેનુ પરિણામ પણ એક પ્રકારનું જ આવે, પણ આપણે જાણીએ છીએ કે કર્મનુ પરિણામ વિચિત્ર હેાય છે. એટલે કમ ના રવભાવ એક સરખા નહિ પણ વિવિધતાવાળા છે. અને તે પ્રદેશ બંધ પડતી વખતે જ નિર્માણ થાય છે. અહીં એટલું યાદ રાખવું કે કાણુ વણાના ભાગલા પડે છે. ત્યારે તે પોતે પોતાના જથ્થામાં ચોંટી જાય છે. એક માટી વખારમાં અનેક જાતના માલ આવે છે પણ તે બધા પોતપાતાની જાતમાં ગોઠવાઈ જાય છે એના જેવી જ આ ક્રિયા છે.
બીજી વાત પણ સમજવાની કે, લીધેલા ખેારાકમાં જેવી જઠરાગ્નિના પ્રતાપે વભાવથીજ વિભાગ થઈ જાય છે. તેવી રીતે