________________
૨૦૨
ચાલતો હોય તે વધારે કાપડ વણે. એ તમે જાણો છો કાર્મણવર્ગણાઓ ગ્રહણ થતા જ તે આત્મ પ્રદેશ સાથે ભળી જાય છે. નવા કર્મના પરમાણુઓમાં ચીકાશ હોય છે જેથી પૂર્વના કર્મો સાથે ચોટી જાય છે. આ ક્રિયામાં કાર્મણ વર્ગણાના પરમાણુઓને સમૂહ આત્મ પ્રદેશ સાથે પાણીમાં રંગની પેઠે. દુધમાં પાણી. લેઢામાં અગ્નિ મળી જાય છે તેમ પૂર્વના કર્મો સાથે સેંટી જાય છે. આનું નામ પ્રદેશ બંધ કહેવાય છે.
(૨) પ્રકૃતિબંધ-એટલે સ્વભાવ. જેમ ગુલાબી રંગ પાણીને ગુલાબી ને લીલે રંગ લીલુ કરી મુકે છે. તેમજ જે સમયના યોગરથાનકના બળથી જે કામણ વર્ગણાઓ આત્મા સાથે મિશ્રિત થઈ, તેના પ્રદેશોના) તેજ સમયના યોગ સ્થાનકના બલથી તેજ સમયે ભાગલા પડી જાય છે. અને દરેક ભાગલામાં સ્વભાવને નિયમ. તેજ યોગ બળથી તેજ સમયે થઈ જાય છે.
સ્વભાવનો નિયમ એટલે. અમુક ભાગ અમુક પરિણામ નિપજાવશે, એવું દરેક ભાગલાનું નક્કી થઈ જાય છે. ભાગલા એટલે આત્માએ યોગના બલથી ગ્રહણ કરેલ કામણ વર્ગણાના પ્રદેશો, તે પ્રદેશની જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોમાં વહેંચણી થઈ જાય છે. તેને ભાગલા કહેવામાં આવે છે. તે ભાગલા થતાની સાથે જ તે તે કર્મના સ્વભાવ નક્કી થઈ જાય છે.
પ્રદેશબંધ યોગબળથી જ પડે છે તેમ પ્રકૃતિબંધ પણ યોગબળથી જ પડે છે તે ખ્યાલમાં રાખવું. એક સાથે બે બંધે