________________
૧૦૮
તે ઘરમાં ક્યારે આવ્યાજ કરે, તેમ જે આત્માઓએ કેઈપણ પ્રકારને વિરતિભાવ ધારણ ન કર્યો હોય તેને કર્મ લાગતાજ રહે, વળગતાજ રહે, એ દેખીતું છે.
સાધુ મહાત્માઓ તમને રોજ વ્યાખ્યાન-વાણી સંભળાવે છે. અને કંઈક પણ વ્રત, નિયમ, ત્યાગ, પચ્ચખાણ કરવાનું કહે છે. તેનું રહસ્ય એજ છે કે તમે બંધનમાંથી બચી શકે. અને તમારા આત્માને ઉદ્ધાર કરી શકો. | (૩) કષાય-જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે તે કષાય કહેવાય છે. તેનાથી કષ એટલે સંસારને આય એટલે લાભ થાય. અર્થાત્ સંસાર વૃદ્ધિ પામે તેને કષાય કહેવાય છે. આ કષાયના ચાર પ્રકાર છે. ક્રોધ, માન, માયા અને લેભ શાસ્ત્રકારોએ તેને ભયંકર આધ્યાત્મ દેશે કહ્યા છે.
ક્રોધ એટલે ગુરસે. ષ કે વેર લેવાની વૃત્તિ. માન એટલે - અભિમાન, અહંકારકે મદ, માયા એટલે કપટ દગો કે અન્યને
છેતરવાની બુદ્ધિ, અને લેભ એટલે તૃષ્ણા. લાલસા કે વધારે ને વધારે લેવાની વૃત્તિ.
આ દરેક કષાયના અનંતાનુબંધી. અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખાનીય અને સંજવલન એવા ચાર પ્રકારે છે. આ સોળ પ્રકારના કયાયને જન્મ આપનાર નવ પ્રકારના ને કષાય છે તે હારય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરૂષદ, સ્ત્રીવેદ,