________________
૧૯૭
જેવું કઈ બીજુ વિષ નથી. રેગ અનેક પ્રકારના હોય છે, પણ મિથ્યાત્વ જે કોઈ રોગ નથી અને અંધારૂ અનેક પ્રકારનું હોય છે, પણ મિથ્યાત્વ જેવું કઈ અંધારૂ નથી. આ ઉપરથી મિથ્યાત્વ કેવી ભયંકર વસ્તુ છે તેને ખ્યાલ આવી શકે છે. - મિથ્યાત્વ એ એક પ્રકારને દષ્ટિ વિપર્યાય છે. તેના લીધે જીવ અધર્મને ધર્મ માની લે છે અને ધર્મને અધર્મ માની લે છે. સાચા માર્ગને ઑટે માર્ગ અને ખોટા માર્ગને સાચે માર્ગ માની લે છે. જીવને અજીવ માને અને અજીવને જીવ માની લે છે. સાધુને અસાધુ અને અસાધુને સાધુ માની લે છે. મુક્તમાં અમુક્ત અને અમુક્તમાં મુક્તપણું ધારી લે છે. આથી તેનું કર્મબંધન ચાલુજ રહે છે, અને ભયંકર ભવસમુદ્રને પાર કરી શકાતો નથી. મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યકત્વ છે, તેની પ્રાપ્તિ થાય તેજ મિથ્યાત્વ હઠે. તેથી મુમુક્ષુઓએ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાનું છે.
(૨)અવિરતિ, જેમાં વિરતિ ન હોય તે અવિરતિ કહેવાય. વિરતિ એટલે વ્રત, નિયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન. જે આત્મા કોઈપણ પ્રકારનું વ્રત લે છે. નિયમ ધારણ કરે છે, તે વિરતિમાં છે તે સિવાયના અવિરતિમાં ગણાય. અવિરતિના કારણે આત્મા પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનદ્વારા વિષયસુખમાં તલ્લીન બને છે. અને છકાયના જીવોની હિંસા આચરે છે, તેથી અવિરતિને કર્મ બંધનું કારણ માનવામાં આવ્યું છે. બારણા બંધ ન ક્ય હોય