________________
૧૮૯
જમણા હાથે બાંધ્યું, અને કહ્યું કે, આ માદરીઉ પણ વિધિપૂર્ણાંક બનાવેલું છે. સારા યાગમાં બનાવેલ કાર્ય સિદ્ધ થાય છે. તેમાં મૂકેલા યંત્ર પણ મહાન ચમત્કારી છે. જેથી ત્રણ ચાર દિવસમાં જ રાજકુંવરને ફેર પડવા લાગશે અને હુશીયાર બની
જો ઝાડ ઝપટ ભૂત પ્રેત ડાકણ શાણુ જન ગ્રહપીડા જે કાંઈ હશે તે આ યંત્રના પ્રભાવથી ઉભા રહેશે નહીં. એ સ ંબધી જાપ જપવાના છે તેની માળાએ અમેાજ જપી આપીશું પણ હમણા પેટમાં ભૂખ લાગી છે. એટલે ભૂખ્યા પેટે ચિત્તની સમાધિ રહે નહી, જેથી જમી કરીને તે કામ હાથમાં લેશું. રાજાએ બધા જાણકારોના માટે પોતાને ત્યાંજ જમાડવાના બદેશબસ્ત કરેલ હતા.
જમીપરવારી તૈયાર થઈ રાજાની પાસે આવ્યા અને કહ્યું કે કોઈ જાતની ચિંતા કરશેા નહિ. અમેએ આવા કામમાં ધણા ઇનામેા મેળવેલા છે અને પ્રમાણ પત્રા પણ મેળવેલા છે. કુંવરસાહેબને ત્રણચાર દિવસમાંજ ફેર પડવા લાગશે. પછી અમે ઈનામ લેશું. એમકહી રાજાની રજાલઈ પોતપોતાના સ્થાનેગયા.
ત્યારબાદ આસનવાદીઓ હાજર થયા. તેઓનું પણુ રાજાએ સન્માન કર્યું. બાદ કહ્યું કે હે રાજન આસન કરવાથી ઘણા રાગા દૂર થયાના લાભ જણાયેલા છે. તેનાથી ધણા જનેને ફાયદા થયેલા છે જીદ્દી જુદી જાતના રોગ પણ આસન કરવાથી જાય છે. આસન કરવાથી મનની એકાગ્રતા થાય છે જેથી રાગો મટે છે.