________________
૧૮૪
પકવ થયેલાં ઉદયમાં આવેલાં તે અશુભ કર્મી પ્રાણીઓને માનસિક પીડા શારીરિક પીડા, દ્રવ્યની હાનિ, કલેશ ઉપજાવ, વગેરે દ્વારા દુઃખજનકજ થઈ પડે છે. પણ તેજ જતિષશાસ્ત્રોક્ત ગ્રહગતિ જેઓના જન્મ નક્ષત્ર વિગેરેની સાથે અનુકુળ હોય. તેઓનાં શુભ કર્મ એસમયે ઉદયમાં આવે છે. અને પ્રાણીઓને ધન, સ્ત્રી, આરોગ્ય, તુષ્ઠિ–પુષ્ઠિ, ઈષ્ટ સમાગમ વિગેરેનું સુખ અર્પણ કરે છે.
આજ પ્રમાણે કોઈ કાર્ય વિગેરેના સમયે પણ તે તે શુભઅશુભ ભાવમાં રહેલાં ગ્રહે પ્રાણીઓને સુખ–દુઃખ આપવામાં નિમિત્તરૂપ થાય છે. આના સંબંધમાં ભગવાન જીવાભિગમ પણ કહે છે કે “ચંદ્ર-સૂર્ય આદિ મહાગ્રહની તથા નક્ષત્રોની ભિન્નભિન્ન ગતિઓથી એટલે શુભાશુભગતિને લીધે સંસારમાં મનુષ્યને સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. આવા જ કારણે વિવેકથી ઉજજવળ ચિત્તવાળા મહાન પુરૂષ હરકોઈ શુભસમયે જતિજશાસ્ત્રોક્તશુભ મુહૂર્તાદિનું સ્વલ્પપણ અવલેકનકરે છે.એટલું જ નહિ પણ દીક્ષા વગેરે સર્વ કાર્ય જોતિષશાસ્ત્રના અનુસાર જ થવા જોઈએ. આમ સમજીને પ્રાચીન મુનિએ પણ શુભ મુહુર્તમાં જ દીક્ષા વિગેરે કાર્ય કરતા હતા. ભગવાન અરિહંતની પણ એજ આજ્ઞા છે કે વિચક્ષણ મનુષ્યએ પાઠ-દીક્ષા વગેરે શુભ કાર્ય. શુભ નક્ષત્રે તથા શુભતિથી વિગેરેના દિવસે જ પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે કરવાં જોઈએ.