________________
ના સબંધમાં પૂ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી ગણિ મહારાજા ક્ષેત્રના ચૌદમાં સર્ગમાં કહે છે કે આ ચંદ્રાદિ રહે. પ્રાણીઓના જન્મ સમયે અથવા તે તે કાર્યના આરંભ સમયે વર્ષ–મહિના વગેરેના આરંભમાં તે તે ઉત્તમ રાશિઓમાં જે આવેલા હેય તે અનુકુળ થાય છે. અને સુખ કરે છે. પણ જે પ્રતિકુળ થાય છે તે અત્યંત પીડા જનક થઈ પડે છે. ચંદ્રાદિ ગ્રહે કઈ પણ કરવાને માટે જે સમર્થ ન હોય તે ઘણા ખરા નિગ્રંથ અને નિઃસ્પૃહ પુરૂષે પણ જોતિષ શાસ્ત્રના અનુસાર મુહૂર્ત જેવા શા માટે તૈયાર થાય છે? દીક્ષા વગેરે કાર્યોમાં તે શુભાશય પુરૂષે શુભ મુહુર્તાદિની આકાંક્ષા કેમ રાખે છે?
અરે! સ્વામી મહાવીરે પોતે મેઘકુમાર વગેરેને દીક્ષા આપતી વેળા શુભ મુહૂર્ત કેમ જોયા હતા ? માટે અમે તે એમ જ કહીએ છીએ કે ચંદ્રાદિ ગ્રહો શું કરવાના હતા ? ઇત્યાદિ વાક્ય શાસ્ત્ર રહસ્યને નહી સમજનારા અજ્ઞાની મનુષ્યોના કેવળ મિથ્યાપ્રલાપ જ છે. - ચંદ્રાદિ રહે શું કરવાના હતા ? આના ઉત્તરમાં સિદ્ધાંતનું રહસ્ય તમે સાંભળે. કે જે રહસ્ય અમૃત સરખુ શીતલ છે.
શુભ-અશુભ કર્મોના વિપાકમાં પાંચ પદાર્થો કારણ રૂપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પાંચમે ભવ (એટલે દેવ મનુષ્યાદિ જન્મ) આના સબંધમાં આગમ પણું કહે છે-કર્મને ઉ, ક્ષય, પશમ, શમ તથા ઉપશમ-આના કારણ તરીકે
:
મ
રે
.
.
.