________________
૧૮૧
જવાના રસ્તા છે. જેની કુંડલી હોય તે માણસની પ્રકૃતિ ધ્યાનમાં લેવી જોઈએ. ગાડરીયા પ્રવાહની પેઠે જે માણસ જીવન નિર્વાહ કરતા હોય તેની કુંડલીનું ફળ સેએસોટકા સાચું પડે. કારણકે એ કાંઈ કર્મ કરી ફેરફાર કરતું નથી પણ તેજસ્વી પુરૂષ શુભ કર્મથી, દૃઢ મનોબળથી પિતાના કર્મના ફળમાં બહુ ફેરફાર કરી શકે.
જોતિષમાં ગ્રહોની ગતિ અને નજર ઉપરથી પણ થોડું નક્કી થઈ શકે કે જયારે નજર દઢ હોય, નજીક હોય ત્યારે ચોક્કસ ફળ મળી શકે. પણ છેટે અપસ્ટ હોય ત્યારે વ્યક્તિના નવા કર્મ ઉપર ફળને આધાર રહે. અને અત્યારે આપણને જે ફળ મળવાનું છે તે આપણા પૂર્વ ભવના કેવી જાતના કર્મનું ફળ છે એ કુંડલી ઉપરથી જાણી શકાય છે.
પ્રશ્ન-સારા અથવા ખરાબ ગ્રહ અસર કરે ! શી રીતે ?
ઉત્તર–સૂર્યના કિરણેથી કેટલે ફાયદો થાય છે. તે આપણે જાણીએ છીએ. અમુક અમુક રોગ મટાડવા માટે સેલેરીયમ દવાખાનામાં જુદા જુદા રંગની લાલ, લીલા, વાદળી કિરણે અપાય છે. તેમ તેના ગુણે જુદા જુદા છે. તેમ ગ્રહ નક્ષત્રની અસર થાય છે. તેની જુદા જુદા માણસો ઉપર જુદી જુદી અસર થાય છે.
mતમાં પ્રાણીઓને ર્માનુસાર ફળ આપવામાં છે વિગેરે નિમિત્ત બને છે. જન્મ સમયે વર્ષ–મહિના વગેરેને આરંભ થાય છે ત્યારે, શુભ-અશુભ ફળ આપવાને સમર્થ થઈ શકે છે.