________________
૧૭૯
થાય છે. કહેવાની મતલબ કે નક્ષત્ર વિગેરેના ફેરફારથી શરીર અને મન ઉપર તેની યથાયોગ્ય અસર થયા વિના રહેતી નથી.
પ્રશ્ન–તે પછી વિધિ નિષેધને લેશમાત્ર પણ ભંગ કરનારને તત્કાળમાં જ તેનું કહુફળ મળવું જોઈએ. પરંતુ તે તે જેવામાં આવતું નથી.
ઉત્તર–જ્યાં આખી જીંદગી અકુદરતી રીતે પસાર થઈ જતી હોય, તેમનામાં નાના નું દુપરિણામ જોવામાં ન આવે એ તદ્દન બનવા જોગ છે. આજે તે શ્વાસોશ્વાસની ક્રિયાથી લઈજીવનની તમામ ક્રિયાઓ લગભગ બેદરકારી અને અવિવેક પૂર્વક કરવામાં આવે છે, લેકેને ગ્ય વિધિપૂર્વક આહાર કરવાને કે શુદ્ધવાયુ સેવવાને પણ અવકાશ ભાગ્યે જ મળતો હશે. પરિણામ એ આવ્યું કે લેકેના શરીરના બધા દિન પ્રતિદિન નબળા થતા જાય છે.ત્રત પચ્ચખાણની દઢતા રાખી શકતાનથી.
ભૂખથી રીબાતા માણસે પોતાની શુભ ભાવનાઓ જાળવી શકતાં નથી. ભૂખને લીધે તેઓની ઇન્દ્રિયે પણ એવી શિથિલ થઈ જાય છે કે તેઓ પિતાના મન ઉપર પુરેપુરે કાબુ રાખી શકતા નથી. તેમની ચિત્તની સમાધિ તથા શાંતિ પણ ભૂખને લીધે ખોવાઈ જાય છે. - તત્કાલમાં જે તેમને અન્ન જેવી ઉપયોગી સામગ્રી પુરી, પાડવામાં ન આવે તે મગજ શુન્ય થઈ જાય છે. અને તેથી કંઈનું કંઈ કરી બેસે છે.