________________
-ઉપમાં આપી છે. તે યથાર્થ છે. ખરી રીતે ઉત્તરોત્તર તેનાથી મેક્ષ મળે છે. પણ અહીં સાથદશાને ગૌણ રાખી સાધનદશાને મુખ્ય બનાવી આ ફળ દર્શાવ્યું છે. સાધ્ય કરતા સાધનની મહત્તા જરાપણ ઓછી નથી. કાર્ય સિદ્ધિના ઈચ્છુકને જેટલી કિંમત કાર્યની હોય છે. એટલીજ કે અધિક કિંમત તેના સાધનની હોય છે. કારણને આદર તે કાર્યને જ આદર કરવા તુલ્ય છે. જમીનમાં પાણી પ્રગટ કરવું. એ કાર્ય છે અને કવિ ખોદવાની ક્રિયા એ કારણ છે. જે માણસ વાસ્તવિક કારણેનું સેવન કરે છે, તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે. ગૃભૂમિમાં કે ખોદતાં જેમ પાણીની સેર પિતાની મેળે પ્રગટે છે. તેમ શુંભ અનુષ્ઠાને મા મંડ્યા રહેવાથી આત્માની શુદ્ધિરૂપી કાર્ય પણ પોતાની મેળે થાય છે. વસ્ત્રને ઉજજવલ બનાવવું એ કાર્ય છે અને દેવાની ક્રિયાથી જેમ વસ્ત્રમાં ઉજવાતા આપોઆપ પ્રગટે છે. તેમ શુભ અનુષ્ઠાનમાં સંલગ્ન રહેવાથી આત્મારૂપી વસ્ત્રમાં પણ ઉજજવલતા આપોઆપ પ્રગટે છે. આ બધા કાર્યોમાં સાધનની મહત્તા છે. એ સાધનમાં આદર એ કાર્યને જ આદર છે. મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે. એ મોક્ષ કુશલાનુબંધિ પુણ્યની પુષ્ટી વિના કદી પણ પ્રાપ્ત થઈ શક્તા નથી, આ વાત પણ નિશ્ચિત છે. એ કુશલાનુંબંધિ પુણ્યની પ્રાતિ પણ પરમેષ્ટિ નમસ્કાર વિના થતી નથી એ પણ નિશ્ચિત છે. માટે અહીં પરમેષ્ટિ નમસ્કારને મોક્ષના અનન્ય કારણભૂત પુણ્યાનુબંધિપુણ્યની જનની તરીકે કહી છે. અહિંસાપ્રેમી