________________
ચીરાય છે. અને ચૂલામાં નાંખવા લાયક બને છે. પરંતુ લાકડાના થડ ઉપર ફક્ત કુહાડીની ધાર ઘસવાથી તે જેમ ન ચીરાય તેમ નવકારના અક્ષરોને કેવળ જીભથી બોલી નાંખવાથી તેની જઈએ તેવી ઉંડી અને વ્યાપક અસર ન થાય. તેવી અસર નીપજાવવા માટે તેનામાં ઉલ્લાસ પૂર્વક મનને પરોવી દેવું જોઈએ. હૃદયને સમપી દેવું જોઈએ. ટુંકમાંએવું વાતાવરણ જગવવું જોઈએ કે નવકારનું વાતાવરણ અભેદ્યપણેમેરછવાયેલું રહે. નવકારનું સ્મરણ એટલે પંચપરમેષ્ઠિનુંમરણ.પંચપરમેષ્ઠિનુંમરણ એટલે આત્મશુદ્ધિનું સ્મરણ અને આત્મશુદ્ધિનું મરણ એટલે મુક્તિ. મોક્ષ કે નિર્વાણનું સ્મરણ, આ રીતે નમસ્કારનું સ્મરણ જીવનમાં અંતિમ યેયનું મરણ કરાવી મનુષ્યને અનંત સુખ પ્રત્યે લઈ જાય છે એટલે શાસ્ત્રમાં તે પરમ કે પ્રવરમંત્ર ગણાય છે.
આ નવકાર મંત્રમાં પ્રથમના બે પદમાં જગતમાં સર્વ શ્રેષ્ઠ ભાવથી પરમેષ્ટીપદને પામેલા એવા શ્રી અરિહંત અને સિદ્ધ છે. એ બે દેવ છે. પછીના ત્રણ પદોમાં આચાર્ય, ઉપા
થાય અને સર્વ સાધુ ભગવંતે છે, એ ત્રણ ગુરૂ છે. એ પાંચને કરાતે નમસ્કાર એ ધર્મ છે. તે નમસ્કારથી સર્વદુઃખને નાશ અને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. એ તેનું ફળ છે. આ નમરકાર સંપૂર્ણ જગતનાં સર્વદુઃખને દૂર કરી સર્વસુખને આપવાના સામર્થ્યવાળે હેવાથી જ પરમ મંગળસ્વરૂપ છે અને સર્વ શ્રેષ્ઠ છે.