________________
| મોક્ષમાર્ગ બતાવનાર શ્રી અરિહંતે. અવિનાશી સુખના ભોક્તા શ્રી સિદ્ધ ભગવત, પંચાચાર પાળવામાં સમર્થ આચાર્યો, વિનયરત્નની ખાણરૂપ ઉપાધ્યાયે અને મોક્ષ સાધનામાં સહાયક સાધુઓ, એ પાંચ પરમેષ્ટિ ભગવતે જગતમાં સર્વ ગુણના ભંડાર છે. સંસારમાં એક બાજુ પાંચ વિષયે છે. અને બીજી બાજુ પાંચ પરમેષ્ટિઓ છે, એ પંચ પરમેષ્ટિઓ પ્રત્યે ભક્તિ પ્રગટાવવાથી પાંચ વિનો રાગ ટળી જાય છે, જેમ દિવસનો બધે થાક રાત્રિ હરી લે છે, તેમ અશુભ વિચારથી લાગેલે શરીરને મનને અને ઇન્દ્રિયેનો સઘળો થાક શ્રી નવકારમંત્ર હરી લે છે, અનેક દુઃખોથી પરાજિત સંસારી છે માટે નવકાર સર્વ મંત્રોમાં પ્રધાન મંત્ર છે, સર્વ ચેમાં શ્રેષ્ઠ એય છે, અને સર્વ તત્વોમાં પરમ પવિત્ર છે, આવા પરમ પવિત્ર નવકારના જાપનું કાર્ય નોકરી ધંધા જેવા સ્થૂલ કાર્યોની અપેક્ષાએ ઘણું જ સૂક્ષ્મ છે. કારણકે શરીરબળથી પાર પડી જાય તેવું તે નથી. તેને સફળ બનાવવા માટે શરીર બળ ઉપરાંત મનનું બળ અને હૃદયની આસ્થાની પણ પુરી જરૂર પડે છે. તે સિવાય તેમાંથી જોઈએ તેટલું બળ મેળવી શકાતું નથી. જેમ દામ આપ્યા સિવાય વસ્તુ ન મળે. તેમ બળ–ભાવ આપ્યા સિવાય કામ ન ફળે. લાકડું ચીરવું હોય તે ધારદાર કુહાડી વડે તેના ઉપર બરાબર ધારીને ઘા કર પડે છે. તેમજ ઘા કરવા માટે ઘા કરનારને પુરૂ બળ પણ વાપરવું પડે છે ત્યારે જ તે લાકડું