________________
પંચ પરમેષ્ટિમાં મન જોડવું એ પર્વત ઉપર ચઢવા જેવું છે. અને વિષયેમાં મન જોડવું એ પર્વત ઉપરથી પડવા જેવું છે. જેની ઉપર ચઢવું તે કઠીન છે. મુશ્કેલ છે. પણ ચડ્યા બાદ વાયુ મંડળની પ્રાપ્તિ વગેરે મનને આનંદ આપે છે. તેમ શ્રી નવકારમાં મનને જોડવું કઠીણ છે. પણ જોડયા પછી અનુભવાતે આત્મિક આનંદ અવર્ણનીય છે. જેમ જેમ નવકારના વર્ણોને રસ મનમાં પરિણામ પામે છે. તેમ તેમ જળથી ભરેલા કાચા ઘડાની જેમ અનુક્રમે જીવની કર્મગ્રંથી ક્ષય પામતી જાય છે. શ્રી નવકારમંત્ર ઉભય લોકમાં સુખનું મૂળ છે. એવું જાણી તમે આ મહામંત્રનું સદા સ્મરણ કરે. કારણકે પંચ પરમેષ્ઠિને કરેલે નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે. અને દુર્લભ બધિ બીજની પ્રાપ્તિ કરાવે છે. મોટાભયંકર વિષધર, દુષ્ટ ડાકિની, શાકિનિ, યાકિનિ, ભૂત પ્રેત આદિના ઉપદ્રવને નિગ્રહ કરવાવાળે, અને પ્રૌઢ પ્રભાવી સંપદાને પણ પ્રાપ્ત કરાવનારે. એવા શ્રી નવકારમંત્રનો મહિમા ત્રણ જગતમાં સર્વ કાળમાં સૌથી શ્રેષ્ઠ અને અદ્ભુત છે. તે મહામંત્રનું સદા રસ્મરણ કરે. શ્રીનવકાર મંત્રના બીજથી વાસિત કરેલ જ અન્યમની ઉપાસના ફળદાયી બને છે. અન્યથા નિષ્ફળ જાય છે. એવું શ્રી સર્વજ્ઞ શાસ્ત્રોનું કથન છે. સુ! રત્નોથી ભરેલી પિટીનું વજન અલ્પ હોય છે. પરંતુ મૂલ્ય ઘણું હોય છે. એ પ્રમાણે શ્રી નવકારમંત્ર શબ્દમાં માને છે. પણ અર્થથી અનંત છે, અને સિદ્ધાંતથી પ્રમાણભૂત છે.