________________
આ નભરકાર પંચ પરમેષ્ઠિમંત્ર એ મહામંગલક છે. એનાથી ચઢીયાતુ બીજું કઈ મંગલ છેજ નહી, એજ સર્વ પાપનો નાશ કરનાર છે. સર્વવિનો, સર્વ રોગો, આધિ વ્યાધિને ઉપાધિને દૂર કરનાર જો કોઈ હોયતો આ પંચ પરમેષ્ઠિ નમરકાર મહામંત્રજ છે. આવા પ્રકારનો અર્થ પણ ભાણાએ સાંભળેલ હતે, જાણેલ હતું, જેથી ખૂબ હર્ષ પામે છે. શ્રી પંચ પરમેષ્ટિ નવકારની સાધના એજ મેક્ષ માર્ગની સાધના છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું વાસ્તવિક જ્ઞાન તથા એનો પ્રત્યક્ષ અનુભવ સમ્યગ શ્રદ્ધાપૂર્વક કેવળ સાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે. સજજનો! શ્રી નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિની અનુમોદના છે, અને એ અનુમોદનામાં આપણું સમગ્ર બળ ભરેલું છે, શ્રી પંચ પરમેષ્ટિ અને તેમના સુકૃતની અનુમોદના મોક્ષનું દ્વાર ખોલી આપે છે.
સુજ્ઞો ! શ્રી નમસ્કાર મહામંત્રના પ્રત્યેઅલૂરમાં અચિંત્ય શકિત છુપાએલી છે, પરંતુ એનો પ્રકાશ ક્રમશઃ પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે. જેમ ભજનને પ્રત્યેક દાણે શરીરને પોષણ આપે છે. ઇન્દ્રિયની શકિત વધારે છે, સુધાનું નિવારણ કરે છે. તેમ શ્રી નવકાર મહામંત્રના પ્રત્યેક જાપથી અજ્ઞન, કષાય, અને પ્રમાદ મંદ પડે છે. પુનઃ પુનઃ જાપ કરવાથી મન અને બુદ્ધિ પણ શુદ્ધ બને છે. કર્મ સારાયે જગત ઉપર શાસન કરે છે. પરંતુ તે કર્મ પંચ પરમેષ્ટિથી ડરે છે. માટે પંચ પરમેષ્ટિ સાથે સંબંધ રાખવાથી કર્મ બંધન ઢીલા પડે છે.