________________
- મહાનુભાવો ! હવે રાજમહેલમાં શું બની રહ્યું છે તે અક્કડ થઈને સાંભળે. ભારંક રાજકુંવર બન્યું છે, પણ પોતે તો પિતાને રંકજ માને છે, જેથી એમજ બેલે છેકે ભાઈસાબ હું રંક ભાણી છું, મને મારો વેશ આપે, મારે અહીં રહેવું નથી. રાજા સમજી જાય છે કે જરૂર રાજકુંવરનું ચિત્ત ઠેકાણે નથી,
રાજાએ તરતજ પ્રધાનજીને બોલાવ્યા અને કહ્યું કે આપણા રાજકુંવરને કંઈક થઈ ગયું છે. માટે જલ્દી સાજા થાય તેમ કરવાનું છે. પ્રધાનજીએ કહ્યું કે બહુ સારું હમણાજ રાજ્યવૈદ્યોને બોલાવીએ. ધર્મ પસાએ બધુ સારું થઈ જશે. પૂ. મુનિરાજ વિહાર કરીને આવી રહ્યા છે. તેઓની પાસેથી પણ જાણવાનું મળશે, માટે અને તેઓના પવિત્ર પગલા કરાવીને ધર્મના બે અક્ષર માંગલિકના સાંભળીયે. એમ કહી રાજાની રજા લઈ પૂ. મુનિરાજના સામે જઈ નમન કરી વિનંતિ કરી કે સાહેબજી ! આપ થોડીવાર અત્રે સ્થિરતા કરી વિશ્રાંતિ લઈ રાજાજી તથા રાજકુંવરને મંગલિક સંભળા. - પૂ. મુનિરાજો પ્રધાનજી સાથે ગયા, ત્રણે મુનિરાજે પાટ ઉપર બિરાજમાન થયા. રાજા-રાજકુંવર તથા પ્રધાનજી વિગેરે નમરકાર કરી બેઠા પછી મહાજ્ઞાની સુપ્રવર વકતા પૂ. મુનિરાજે મંગલાચરણ કરતાં નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં બોલે છે. તે સાંભળતાંજ રાજકુંવર બનેલે ભાણો આનંદમાં આવી ગયે, કારણ કે આ નમરકારમંત્ર તેણે સાંભળેલ છે, તેમ તેને આવડે છે. તે નમરકારમંત્ર આખે કહ્યાબાદ કહ્યું કે હે મહાનુભાવો !