________________
૧૪૪
હું કોણ? હું રાજકુંવર, મને રાજકુંવર જાણે. એમ કુંવરપણાને રેફ કરીને બોલે છે. ત્યારે બધા બોલવા લાગ્યા કે અલ્યા! ભાણીયા આ તું શું બોલે છે. અલ્યા તું તે ડાહ્યો ડમરો થઈને ત્રણ દિવસમાં ફરી ગયે. અલ્યા ભાણીયા તારૂં ગાંડપણ કે ડહાપણ મૂકી દે. ચાલ ચાલ માટે રાજકુંવર થઈને આવ્યો છું. તે અમોએ જાણ્યું, આ સાંભળીને રાજકુંવરને પણ પાવર ચડ્યો. અને બોલ્યો કે જાવ જાવ ભીખારાઓ ! હા હા હું રાજકુંવર રાજકુંવર. તમને મારી ખબર નથી ! હું રાજકુંવર છું તમે ભીખારાએ કોની સામે બોલી રહ્યા છો ? આટલું પણ ભાન નથી? આવા ગાંડપણ જેવા ભાણીયાના વચને સાંભળી ટોળાના નાયકે કહ્યું કે અલ્યા પૂંજીયા જે ખરો. આ ભાણીયાનું મગજ ફટકી ગયું જણાય છે. માટે તેને બાંધીને આપણા ઝુંપડે લઈ ચાલે. ત્યાં જ ઠેકાણું પડશે. આમ કહેવાથી ભીખે, પૂજે, નાથ, વાલે બધા ભેગા થઈને ભાણાને પક્કીને ચાલે છે. ત્યારે અરે મૂકો મૂકે ભીખારાઓ હું કોણ? હું રાજકુંવર, રાજમાલીકી મારી છે. એમ કહીને ચાલતું નથી. એટલે બધાં વિચારે છે કે ભાણીયાને ભારે ચોટ લાગી જણાય છે, એમ સમજીને ટાંગાટોળી કરી ઉપાડીને દેવીના મઢે લઈ જઈ બેસાડ્યો. હમણાને હમણ ભૂવા બેલા. જ્યાં સુધી ડાકલા નહીં બેસાડો ત્યાં સુધી સારૂ થવાનું નથી. વૈધ ડોકટરો પારકે વળગાડ થોડા ? ભગાડી દેશે? સહુને એમ થયું કે જરૂર વળગાડ જઇએ. એટલે માતાના મઢે લઈ જઈ બેસાડયો. ભૂવાઓ આવી ગયા.