________________
૧૩
શરીરજ ભગવે છે. સંજ્ઞાઓની અપેક્ષાએ કર્મબંધનું કારણ પણ વિચારીએ તે આહાર સંજ્ઞા કર્મબંધનું એવું તેવું કારણ નથી. આ બધી વસ્તુ સમજીને ધ્યાનમાં રાખીને તપસ્યા કરવાનો થોડો થોડો પણ અભ્યાસ પાડતા રહેવું જેથી ભૂખ્યા રહેવાનો પણ પ્રસંગ આવી જાય. ત્યારે આર્તધ્યાનથી કર્મ બંધન થતા અટકે, હવે મૂળ વાત ઉપર આવીએ. રંક બનેલા રાજકુંવરે ભૂખ્યા ત્રણ દિવસ પસાર કર્યા છે. પણ હૃદયમાં તેનું ધ્યેય એકજ છે કે મને મારા પિતાજી ક્યારે મળે ? મારા પિતા મળે તે માટે રાજ્ય હક મળે. આજ વિચારમાં લીન બનેલે ચાલ્યા જાય છે.
તેવામાં ત્રણ દિવસથી ભાણીયાને ગેતતું ભીખારીનું ટાળુ અચાનક સામુ મલ્યું. અલ્યા ભાણીયા ત્રણ દિવસથી તને ગતી ગતીને અમારા પગ દુખવા આવ્યા. તું ક્યાં ગયો હતો. માલમિષ્ટાન ખાવા મલ્યા હશે. એટલે અમને ભૂલી ગય લાગે છે. ચાલ ઝુંપડે અને ક્યાં ક્યાં ગયા હતા. તે બધી વાત જણાવ. તું એકલેજ સુખી થે. અમને તે ભૂલી જ ગયે ? બોલ ક્યાં ગયે હતે રાજકુંવરે વિચાર કર્યો કે જરૂર આ પેલા ભીખારીનું કુટુંબ છે. ભાણીયાને લેશ મારા દેહ ઉપર છે. એટલે પિતાને ભાણીયે છે એમજ સમજીને આ બધાએ મને પકડ્યો છે.. રાજકુંવર પિતાને રાજકુંવરજ સમજે છે. એટલે કહે છે કે જાઓ... જાઓ રાંકડાઓ, શું તમે મારી તેલે આપી શકે તેમ છો ? "