________________
૧૪૧
માંગ્યું પણ નથી. તેમ કોઈનું કામ પણ કર્યું નથી. જ્યાં ત્યાં સૂઇ રહીને ભૂખ્યા તરસ્યા ત્રણ દિવસ પસાર કર્યો.
ત્રણ દિવસનો ભૂખ્યો હોવાથી મોટું પણ લેવાઈ ગયું છે, કંઈક બળ હિન પણ બને છે. મુખનું તેજ પણ ઝાંખું થયું છે. ભૂખના કારણે શરીરના અવયે ઢીલા પડે છે.
(રાગ-ગુટક) ભૂખ ભૂંડી અરે, આંખ ઉંડી કરે, વળી લાલાશ ગાલની જાય ખરે. બળ જાય વળી, કેડ જાય લળી, લથડીયા ચક્કર આવે ફરી. વળી હાથ ધ્રુજે, પગ માથુ ધ્રુજે, પટે ખાડો પડે નવિ કાંઈ સૂઝે, વ્રત વિણ એવા નરને દુઃખદાઈ,
વાણી લલિત સૂર્ણ ભવિ ભાઈ, સુજ્ઞો ! ખાવા નહી મળવાથી ભૂખ સહન કરનારમાં અને વ્રત પચ્ચખાણ લઈ જે છીથી અન્નનો ત્યાગ કરનારમાં ઘણો જ ફરક છે. એક આર્તધ્યાનથી કર્મ બંધણી કરે છે. ત્યારે બીજાને ધર્મધ્યાન હેવાથી કર્મની નિર્જરા થાય છે. તપસ્યામાં તત્પર રહેનાર તપસ્વી પિતાને સમગ્ર પ્રકારના આહારની