________________
સામગ્રી સંપન્ન થઈ હોય છતા દહાડાના દહાડા સુધી તે આહા રાદિક સામગ્રીને ત્યાગ કરી શકે છે. તેવા તપ પરાયણ મહાપુરૂષને આહારાદિકને સંયોગ ન મળવાથી કે આહારાદિક ન લેવાથી સ્વને પણ પેટ બાળતા નથી. જેઓને તપસ્યાને અભ્યાસ થયેલ છે, તે સહેલાઈથી રસના ઇન્દ્રિયને જીતી શકે છે. જગતમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે કે જેઓને આયંબિલ, નીવિ, એકાસણ, ઉપવાસ વગેરેની ટેવ હોય છે. તેઓ જ મિષ્ટ આહારની માફક મેળા આહારને પણ વાપરી શકે છે.
અને જેઓને આયંબિલ વિગેરે તપસ્યાની ટેવ હતી નથી. તેઓ લગીર પણ મોળા આહારને વાપરતાં સખત આરીદ્ર ધ્યાનમાં પ્રવેશ કરે છે. તેવા ખોરાક ઉપર ચીડાય છે. ભજન ઉપર ચીડાય છે. જમાડનાર ઉપર પણ ચીડાય છે. યાવત ક્રોધ દાવાનળથી બળી જાય છે. અને ભેજન પૂર્ણ નહિ કરતાં અપૂર્ણ ભેજનેજ ઉઠે છે. અને આખો દિવસ ક્રોધથી ધમધમતો રહી પિતાના આખા વાતાવરણને ક્રોધમય બનાવે છે. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે એકઆહાર માત્રની અપેક્ષાએ તંદુલ નામને મત્સ્ય સાતમી નારકીનું આયુષ્ય બાંધી સાતમી નારકીના અકથ્ય અને અગમ્ય દુઃખ ભોગવે છે.
સુ ! તપથીજ પૂર્વકાળના બાંધેલા કર્મો ક્ષય થાય છે કારણ કે જીવમાત્રને કમને બંધ રાગ-દ્વેષની તરતમ્યતા પ્રમાણે થાય છે. અને તે રાગ દ્વેષના કારણોમાં મુખ્ય ભાગ