________________
૧૩૫
લેકે વંદન કરવા ગયા પણ સુલસીશ્રાવિકા ગઈ નહી.
ત્યારબાદ ચોથે દિવસે ઉત્તર દિશાના દરવાજાની બહાર સમવસરણમાં બિરાજેલ તીર્થકરનું રૂપ વિકવ્યું. તે વખતે અંબડ પરિવ્રાજકે વિચાર ક્યો કે આજે તો તુલસા જરૂર વંદન કરવા આવશે. પરંતુ તે વખતે પણ સુલસા વંદન કરવા ન આવી. એટલે કે ઈ એક માણસને સુલસાને કહેવા મેક તે માણસે આવીને સુલસાને કહ્યું આજે આપણાનગરની બહાર ઉત્તર દિશાના દરવાજા આગળ પચીસમા તીર્થંકર પધાર્યા છે. માટે તમે વંદન કરવા ચાલે. તે વખતે સુલસાએ તે માણસને કહ્યું કે ભાઈ આ કોઈ તીર્થકર નથી. પરંતુ તીર્થકરનું રૂપ કરનારે કઈ બહુરૂપી લાગે છે. તીર્થકરતો ચોવીશજ થાય છે. અને વીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ હાલમાં આ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. વળી એકક્ષેત્રમાં બે તીર્થકરે સાથે થતા નથી. આથી નક્કી થાય છે કે પિતાને પચીશ તીર્થકર કહેવડાવનારે તે લોકોને છેતરવાને આવું કહે છે. જેઓ જૈનધર્મનું સ્વરૂપ જાણતા ન હોય તેઓ જ આવા ધુતારાની જાળમાં ફસાય છે. માટે હું વંદન કરવા આવીશ નહિ.
આ પ્રમાણે અંબડ પરિવ્રાજકે સુલતાને ચલાયમાન કરવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ સુલસા જરાપણ છેતરાઈ નહિ. અને ધર્મશ્રદ્ધાથી ચલિત થઈ નહિ ત્યારે તેને ભગવાનના ધર્મ લાભની યોગ્યતા સમજાઈ. એટલે પાંચમાં દિવસે તે અંબડ