________________
તે સર્વે હું જાણું. બુદ્ધિવંત એવા અંબડ પરિવ્રાજકે પિતાને વેશ પરિવર્તન કરીને યાચક બનીને સુલસીશ્રાવિકાને ઘેર ગયે. સુલસા શ્રાવિકા દયાથી યાચકને ભોજન આપવા લાગી. ત્યારે યાચકે કહ્યું કે હે ધર્મવંતી ! તું મારા પગધેવાપૂર્વક આદરથી મને ભોજન કરાવ.
તે વાત સુલસાએ કબુલ કરી નહિ. કારણ કે તે કંચનકામિનીના ત્યાગીને જ સુપાત્ર માનતી હતી. સુપાત્રસિવાય કોઇને આદર આપવો તે મિથ્યાત્વ છે. એવું નક્કરપણે તેનું માનવું હતું.
ત્યારબાદ લાચાર થયેલ અંબડ પરિવ્રાજકે પૂર્વ દિશાના દરવાજાની બહાર જઈ વયિ લબ્ધિવડે ચારમુખવાળા હંસના વાહનવાળા અને સાથે સાવિત્રીવાળા બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. આ વાત જાણીને સાક્ષાત્ બ્રહ્માને વંદન કરવા નગરના લોકો જવા લાગ્યા. પરંતુ જૈનધર્મમાં દઢશ્રદ્ધાવાળી અને સુદેવ સુગુરૂ સુધર્મનું સ્વરૂપ જાણનારી સુલસા ત્યાં ગઈ નહિ.
બીજે દિવસે દક્ષિણદિશાના દરવાજાની બહાર જઈને ગરુડના વાહનવાળા ચાર હાથવાળા અને લક્ષ્મીજીથી શોભતા એવું વિનું રૂપ ધારણ કર્યું. તે વખતે પણ ગામના ઘણા લેખકો દર્શન કરવા ગયા. પણ સુલસા શ્રાવિકા ગઈ નહિ.
ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજાની બહાર જઈને વૃષભના વાહનવાળા આખા શરીરે ભ ળેલા અને પાર્વતીને ધારણ કરનાર શંકરનું રૂપ ધારણ કર્યું. તે વખતે પણ શહેરના