________________
૧૩૩
ગાયા. શ્રી જીનેશ્વર અને જીનેશ્વરના ધર્મને જાણનાર એવા સાધર્મિક દેવ દેવીઓના પ્રત્યે તેમજ સાધર્મિક ભાઈ બહેનના પ્રત્યે સુલસાનો ધર્મરાગ ધર્મને પ્રશંસા પાત્ર હતો.
અન્ય દેવે કૌતુક બતાવનાર કે ચમત્કાર બતાવનાર હોય તે પણ તે દેવ દેવીઓ સંસારની વૃદ્ધિના હેતુ હોવાથી તેમના પ્રત્યે બહુમાન કરતી નહિ.
એક વખત અંબડ નામના પરિવ્રાજકે પ્રભુ મહાવીરદેવની તત્ત્વપૂર્ણ દેશના સાંભળીને જૈનધર્મ અંગિકાર કર્યો. આકાશ ગામિની વિધા આદિ અનેક લબ્ધિને ધરનાર અને સર્વજ્ઞની આજ્ઞા મસ્તકે ધરનારા ત્રિદંડી વેશવાળા અંબડ પરિવ્રાજકે ભગવાન મહાવીરદેવને નમસ્કાર કરીને મનમાં રાજગૃહી નગરી તરફ જવા વિચાર્યું. પ્રયાણ કર્યું તે વખતે ત્રણેકાળના ભાવને જાણનાર સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવ બોલ્યા કે હે ધર્મશીલ અંબડ તું અહીંથી રાજગૃહી નગર તરફ જાય છે તે ત્યાં તારે સુલસા શ્રાવિકાને મલીને તેને મારા ધર્મલાભ કહેવા. અંબડ પરિવ્રાજક કહ્યું કે બહુ સારું. પછી તે આકાશ માર્ગે રાજગૃહનગરે આવે અંબડ પરિવ્રાજકે મનમાં વિચાર કર્યો કે અહો ! આ સુલસાનું સૌભાગ્ય આશ્ચર્યકારી છે. રાગ દ્વેષથી રહિત એવા જીનેશ્વરદેવ પણ જેને ધર્મલાભ પાઠવે છે. તે કેવી શ્રેષ્ઠધર્મવાન, શ્રદ્ધાવાન હશે ! તે સુલસાની ધર્મમાં કેવી આસ્થા હશે! તેની હું પરીક્ષા કરું. અને તેના ક્યા ગુણે કરીને શ્રીજીનેશ્વરદેવ આનંદ પામ્યા