________________
૧૩૧
થવાની. અથવા એકરૂપમાંથી અનેકરૂપ ધારણ કરવાની અને અનેકરૂપમાંથી એકરૂપ ધારણ કરવાની વિક્રિયાને પામે તે વૈક્રિય કહેવાય. દેવતાનું શરીર દિવ્ય હોય છે અને નારકીમાં ઉત્પન્ન થનારાનુ શરીર કદરૂપુ બીહામણું હોય છે. દેવતાના અને નારકીના શરીરે કાપવાથી કપાતા નથી બાળવાથી બળતાનથી ડુબાવ્યાથી ડુબતા નથી મારવાથી મરતા નથી. દેવ અને નારકીઓને આવા શરીર જન્મથી હોય છે. અને મનુષ્ય તથા તિર્યંચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે. ઔદારિક શરીર આત્માથી છૂટુ પડ્યા પછી પણ એવું ને એવું રહી શકે છે. જયારે વૈક્રિય શરીર આત્માથી છૂટુ પડયા પછી પુરની જેમ ઉડી જાય છે. વિખરાઈ જાય છે.
ચૌદપૂર્વધર મુનિ સુક્ષ્મ અર્થને સંદેહ નિવારવા કેવલી ભગવંત પાસે જવા માટે અથવા તીર્થકરની ઋદ્ધિ જોવાના હેતુથી તીર્થંકર પાસે મોકલવા માટે વિશુદ્ધ પુદ્ગલેનું બનાવેલું જે અવ્યાઘાતી શરીર ધારણ કરે છે. તે આહારક શરીર કહેવાય છે.
જે શરીર ખાધેલા આહારનું પાચન કરવામાં સમર્થ છે. તથા તેજોમય છે અને ઉષ્મા આપનારું છે, તે તેજસ શરીર કહેવાય છે અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને સમૂહ જે આત્મ પ્રદેશમાં એક્તા પામેલ છે. તે પાંચમું કારણ શરીર કહેવાય છે.
આ શરીરે ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. એટલે દારિક કરતા