________________
૨૨૯
આરાધના માજ લાગી જાઉં. પણ આભડીને પાછા આવે છે. ને વ્યવહારમાં પડે છે ત્યારે તેમાંનું કેટલું યાદ રહે છે ! એજ ખાન એજ પાન એજ રહેણી અને એજ કરણી, બધું પૂર્વવત ચાલુ થઈ જાય છે અને પહેલે મસાનીયે વૈરાગ્ય ભૂંસાઈ જાય છે.
એજ રીતે મનુષ્યને નવું જીવન પ્રાપ્ત થાય છે. એટલે તે ગર્ભાવસ્થાનું દુઃખ ભૂલી જાય છે.
મરણનું દુઃખ જન્મના દુઃખ કરતાં આઠગણું વધારે હોય છે. હજારો વિંછી કરડે અને જે વેદના ભેગવવી પડે છે. તેવી વેદના મરણ વખતે જીવને ભેગવવી પડે છે. ત્યાંથી તે જન્મક્ષેત્રમાં પ્રવેશે છે. ત્યારે મરણનાં દુઃખની સરખામણીમાં ગર્ભનું દુખ ઓછું હોવાથી તે પહેલાનું બધું ભૂલી જાય છે.
આત્મા જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે તે કોઈની સેબતમાં આવતો નથી. છતાં એક બાળક દયાળુ અને બીજે ક્રૂર. ત્રીજો લેબી અને ચોથે ઉદાર શા માટે !
તેને સ્વભાવ ઘણીવાર માતા પિતાથી પણ વિરુદ્ધ જોવામાં આવે છે. મમ્મણશેઠ કૃપણ હતા. પણ તેની માતા કૃપણ ન હતી વસુદેવ ભેગી હતા અને તેમના પુત્ર પરમવૈરાગી હતા. બહાદુર માતાનો પુત્ર કાયર, અને કાયર માતાને પુત્ર બહાદુર. મૂર્ખ પિતાને પુત્ર જ્ઞાની, અને જ્ઞાની પિતાને પુત્ર મૂર્ખ. એવામાં