________________
૧૨૯
આપણા સ્વા કે બીજી કઈ ! રાગ અને દ્વેષ એ બેજ આપણને સંસારમાં રખડાવનાર મહાન શત્રુઓ છે. છતાં આપણે તેની સાબત મૂક્તા નથી એ શું ઓછું ખેદજનક છે !
મનુષ્ય ગર્ભાવસ્થાનું દુઃખ બહાર આવતાં કેમ ભૂલી જાય છે તેનો ખુલાસ એ છે કે મરણ પથારીએ પડેલો માણસ એમ કહે છે કે જો હું બચીશ તો ધર્મ કરીશ. પણ તે ખરેખર બચી જાય તે શું કરે છે ! માંદગીમાં જે અનેક પ્રકારનું દુઃખ ભાગવવુ પડતુ હતુ તેમાંથી છુટકારો થવાનો આનંદ માણે છે અને એ આનંદમાં પોતે કરેલા સંકલ્પ ભૂલી જાય છે.
તમે એક હાડીમાં બેઠા હો અને પવનના તોફાનથી હાડી ડગમગવા લાગે ત્યારે શું કહેા છો ! હે પ્રભુ મને બચાવો. હે શાસનદેવ મારી રક્ષા કરો. હું ચમૅકેશ્વરીમાતા મારી વારે ધાઓ. હૈ પદ્માવતીમાતા આ પવનના તાકાનને શાંત કરી. વગેરે વગેરે પરંતુ પવનનું તોફાન પસાર થઈ જાય. પછી તમે એ બધાને કેટલાં યાદ કરી છે ! બે ચાર વાર નામ લેવું એ કંઈ યાદ કર્યાં ન કહેવાય. દિલમાં બરાબર રટણ ચાલે ત્યારે યાદ કર્યાં કહેવઃય. આવી રીતે યાદ કેટલી વખત કરો છો !
કાઈ જીવાનનુ મરણ થાય છે અને તમે આભડવા જાઓ છો. ત્યારે તમારા મનમાં કેવાં વિચાર આવે છે. અહા ! આ સંસાર અસાર છે. મૃત્યુ કાઇને મૂક્ત નથી. મારે પણ વહેલુ માડુ આરીતે જવું પડશે. માટે હવે બીજી બધુ છોડીને ધર્મની