________________
૧રપ
લલ્લુભાઈ, ધીરૂભાઈ મણીભાઈ, ચીમનભાઈ, રમણભાઈ, મનુનભાઇ, વિગેરેના નામથી ઓળખાતા દેહ સમજવાને નથી. પણ તેમાં બિરાજનારે ચૈતન્ય લક્ષણવાળે આત્મા સમજવાને છે. જેમ મહેલમાં રહેનારો અને મહેલ એ નથી બંને જુદા છે. તેમ દેહમાં રહેનાર અને દેહ એક નથી. પણ બંને જુદા છે. તરવારને મ્યાનમાં રહેલી જોઈને કોઈ મનુષ્ય તરવાર અને મ્યાનને એકજ સમજી લે તે આપણે જે કહીશું? તરવાર અને મ્યાન એ બંને જુદી જુદી વસ્તુઓ છે. એતો એક નાનુ છોકરું પણ જાણે છે.
આત્મા એક માટે પ્રવાસી છે અને તે અનાદિ કાળથી પિતાના કર્માનુસાર ચાર ગતિ અને રાશી લાખ જીવનમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પ્રરિભ્રમણને અંત ત્યારે જ આવે કે જ્યારે તે મુક્તિની પ્રાપ્તિ કરે છે. - કેટલાકને પુનર્જન્મ વિશે શંકા છે. તેઓ એમ કહે છે કે, જો અમારે પુનર્જન્મ થયે હોય તે અમને પૂર્વભવની વાત યાદ કેમ ન રહે? જ્યારે અમે પચીશ પચાશ કે તેથી પણ અધિક વર્ષની વાત યાદ રાખી શકીએ છીએ. ત્યારે અમને પૂર્વજન્મની વાત પણ યાદ રહેવી જ જોઈએ. તેના સંબંધમાં જણાવવાનું જે પૂર્વજન્મનો સિદ્ધાંત કેઈએ કહ્યું નથી. પણ કેવળ જ્ઞાની વીતરાગ પ્રભુએ પિતાના જ્ઞાનથી કહે છે. અનંત જ્ઞાનીના વચન પર વિશ્વાસ ન રાખ અને પિતાની મામુલી