________________
તુચ્છ બુદ્ધિપર વિશ્વાસ રાખે એ કઈ જાતનું ડહાપણ! તમારે મેટી ઈમારત બાંધવી હોય તે તમારી બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખો છો કે ઈજનેરની બુદ્ધિ ઉપર? રેગનિવારણ કરવું હોય તે તમારી બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખે છે કે વૈદ્ધ-હકીમ કે ડોકટરની બુદ્ધિ ઉપર? જે આવી બાબતમાં તમે તમારી બુદ્ધિ પર વિશ્વાસ ન રાખતાં એક કુશળ ઇજનેર કે કુશળ વૈદ્ય—હકીમ-ડેકટરની બુદ્ધિપર વિશ્વાસ રાખે છે. તે તત્ત્વની બાબતમાં તત્ત્વપારંગત એવા સર્વજ્ઞ ભગવંતપર વિશ્વાસ કેમ રાખતા નથી?
પુન્ય પાપને એટલે કે સારા અને ખોટા કર્મોને ભેગવટો કરવા માટે જીવને અમૂક ગતિમાં ઉત્પન્ન થવું પડે છે. સર્વજ્ઞમહાપુરુષોએ પિતાના પૂર્વભવેની હકીકત વિસ્તારથી કહેલી છે. તેથી પણ પુનર્જન્મ હેવાની ખાતરી થાય છે. બૌદ્ધ ધર્મના ઉપદેશક બુદ્દે પણ પિતાના પૂર્વભવોનું વર્ણન કરેલ છે. અને હિંદુ મહર્ષિઓએ પણ પૂર્વભવની અનેક કથાઓ કહેલી છે.
આ રીતે આર્યસંસ્કૃતિ તે પૂનર્જન્મમાં દઢશ્રદ્ધા ધરાવનારી છે. - પૂર્વજન્મની વાત યાદ નથી, માટે પુનર્જન્મ નથી, એમ કહેનારને આપણે પૂછી શકીએ કે તમને ગર્ભની વાત યાદ છે ખરી ! જો ગર્ભની વાત યાદ હેયતે કહી બતાવો. તે શું જવાબ આપશે ! ગર્ભની વાત યાદ નથી. એજ કે બીજું કંઈ! જો ગર્ભની વાત યાદ નથી તે તમે ગર્ભને માને છે કે નહિ! તમે ગર્ભમાંથી ઉત્પન્ન થયા કે આ જગતમાં એમને એમ પટકાઈ