________________
૧૨૪ ગાય, ભેંસ, હાથી, ઘડા, સાપ, દેડકા, માછલાં, કુતરા મનુષ્ય વગેરેમાં ચૈતન્યભર્યો જીવનવ્યવહાર છે. એટલે તેમનામાં -આત્મા છે.
જેમ ધુમાડા પરથી અગ્નિનું અનુમાન કરી શકાય છે. તેમ ચૈતન્ય પરથી આત્માનું અનુમાન કરી શકાય છે, શાસ્ત્રકાર ભગવતીએ ચૈતન્ય લક્ષણે જીવઃ એવું સૂત્ર કહ્યું છે. તેનો અર્થ એ છે કે જ્યાં જ્યાં ચૈતન્ય દેખાય ત્યાં ત્યાં જીવ કે આત્માનું અસ્તિત્વ માનવું.
આત્માના અસ્તિત્વ અંગે પ્રદેશી રાજાને પ્રબંધ ખાસ જાણવા જેવો છે. તે વાંચવાથી આત્માના અસ્તિત્વની શ્રદ્ધા દઢ થશે. અને સર્વ સંશય તમારા મનના દૂર થઈ જશે.
મહાનભાવે ? આત્મા છે એટલું જ જાણે પણ તેનું સ્વરૂપ જાણે નહિ કે તેના ગુણોથી પરિચિત થાય નહિ તે આત્મગુણેને વિકાસ શી રીતે કરી શકે આત્મસુખને સાચો આસ્વાદ શી રીતે માણી શકે? એટલે આત્માનું સ્વરૂપ વિશેષ પ્રકારે સમજ -વાની જરૂર છે.
હું એટલે દેહ નહિ પણ આત્મા. સુ! હું એટલે પ્રેમચંદભાઈ, ઉજમશીભાઈ છગનભાઈ મોહનભાઈ, લાલભાઈ, જગુભાઈ ચુનીભાઈ મગનભાઈ, જીવરાજભાઈ ડાહ્યાભાઈ અમુભાઈ નટુભાઈ, અનંતભાઈ, પ્રાણુભાઈ, ત્રીભુવન કે મુગટભાઈ, આશાવરીયા ભાઈ રતીભાઈ હીરજીભાઈ પ્રેમજીભાઈ માવજીભાઈ