________________
આ હી શ્રૌં ચિતામણિ પાર્શ્વનાથાય નમઃ શ્રી ક્ષાન્તિસુરીશ્વર પાદપન્નેભ્યો નમ:
શ્રી છત્ર-ભાણકુંવરનો રાસ
નમું આદિ જીણુ દને, શાંતિનાથ સુખકાર, નેમ-પાશ્વ વીરજીનને, વંદુ વારંવાર. ૧ નમુ ગૌતમ ગણધરા, તપસ્વી જ્ઞાની, ક્રિયા શુદ્ધ મહા સંચમી, મુનિવરા ધ્યાની ૨ નમસ્કાર કરતાં થકાં, આત્મ નિમલ થાય, નમ્રતા ગુણ પામતાં મુક્તિ ધ્યેય પમાય. ૩ મહાનુભાવા~~આત્માને નિલ બનાવવા માટે એક હજાર વર્ષ સુધી પલાંઠીવાળીને ભૂમિ ઉપર બેઠા નથી તેમ જ જેઓએ નિદ્રા પણ લીધી નથી અને કેવળજ્ઞાન પામ્યા એવા પ્રથમ શ્રી આદીશ્વર પ્રભુજીને વંદન કરીને તેમજ સાચા સુખની પ્રાપ્તિના માટે શ્રી શાંતિનાથ પ્રભુજીને વળી બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુજીને અને શત્રુ તેમ જ મિત્રના ઉપર સમષ્ટિને ધરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીને તેમ જ અત્યંત વાત્સલ્યભાવની મૂર્તિ પરમ આસન્ન ઉપારી શ્રી મહાવીર પ્રભુજીને વારંવાર નમરકાર કરું - છુ. વળી લબ્ધિઓ જેમને પ્રાપ્ત થઇ છે એવા શ્રીગૌતમ સ્વામી વિગેરે ગણધર ભગવ તાને નમસ્કાર કરીને, કર્મોની નિર્જરા કરનાર મહાન તપસ્વીએ, જ્ઞાન ક્રિયામાં સદા સાવધાન એવા શુદ્ધ મહા