________________
નથી થયું કે જે વસ્તુ નજરે દેખાતી ન હોય પણ તેનું કાર્ય દેખાતું હોય તે અસિતત્વમાં છે, એમ માનીએ છીએ અને એમજ માનવું જોઈએ?
હવે આત્માનું કાર્ય દેખાય છે કે નહિ? તે વિચારીએ. એક માણસ મૃત્યુ પામે છે, ત્યારે શરીર તો એનું એજ હોય છે. એજ મુખ, એજ નાક, એજ કાન, એજ આકૃતિ. બધુ એનું એ છતાં તે મૃત્યુ પામ્યા પછી કંઈ કરી શક્તો નથી.
તેનું કારણ શું ? પ્રથમ (મૃત્યુ પહેલાં) ભૂખ લાગતી ત્યારે ખાવાનું મંગતો. તરસ લાગતી ત્યારે પાણી માંગતો, પણ હવે તે કેમ કંઈ માંગતો નથી? કદાચ વગર માંગે તેના મોઢામાં અનાજને કોળી મૂકવામાં આવે તે ખાય ખરે? અથવા પાણી રેડવામાં આવે તે પીએ ખરે? જયારે તે જીવતો હતો ત્યારે એમ કહેતો હતો કે આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારા સગા સ્નેહીઓ છે. તે હવે તે કેમ બેલ નથી? ઘડી પહેલાં તે એમ કહેતું હતું કે હવે મારા કુટુંબનું શું થશે ? મારી માલમિલ્કતનું શું થશે ? જે ઢેરઢાંખરને મેં ઘણા પ્રેમથી પાળ્યા છે, તેનું શું થશે? તે વખતે નિસાસા મૂકો હતે. અફષ કરતે હતો, અને આંખમાંથી આંસુ સારતો હતો. તે બધુએકાએક બંધ કેમ પડી ગયું? શું તેની કુટુંબ પ્રત્યેની લાગણી ઘટી ગઈ? માલમિલકત પરની સમતા ઓછી થઈ ગઈ? કે ઢોર ઢાંખર પર પ્રેમ પસ્વારી