________________
૧૨
કેલિંબાથી કે કલકત્તાથી અહીં અમદાવાદમાં–મુંબઈમાં શી રીતે આવ્યું? કોઈએ તેને આવતા જોયું ખરું? એમ કહેવામાં આવે કે એતો ઈથરના મોજામાં ગતિમાન થયું અહીં આવ્યું, તો એ ઈથરને કે તેના મેજાઓને ગતિમાન થતાં નજરે કેણે જોયાં? કેઈએ જોયાં નથી પણ માત્ર કાર્ય પરથી જ તેની પ્રતીતિ થાય છે, જે વસ્તુ નજરે જોઈએ નહિ તેનું અસ્તિત્વ માનવું નહિએમ કહેનારાઓને પૂછવામાં આવે કે તમારા પિતામહ હતા કે નહિ, વળી તેમના પિતામહ હતા કે નહિ? અને તેમના પણ પિતામહ (દાદા) હતા કે નહિ? તે એ શું જવાબ આપશે? એમજ કહેશે કે હા હતા. ફરી તેમને પૂછવામાં આવે કે તમારી સમી પેઢી હતી કે નહિ? હજારમી પેઢી હતી કે નહિ? અરે લાખમી પેઢી હતી કે નહિ? તો તેનો જવાબ પણ એમજ આપશે કે હા હતી. આમ કહેવાનું કારણ શું છે? જ્યાં પાંચમી પેઢી જેવાની મુશ્કેલ છે ત્યાં સેમી હજારમી કે લાખમી પેઢી કોણ જોઈ શકે ? | વહીવંચાના ચોપડામાં, ઇતિહાસનાં મેટાં ચોપડાઓમાં કે પૂરાણા લેખમાં પણ તેને નામ નિર્દોષ મળે નહિ, છતાં કહે છે કે હા હતી. તેનું કારણ એજ કે એ પેઢીઓ નજરે દેખાતી નથી, પણ તેનું કાર્ય નજરે દેખાય છે, અને તમે પોતેજ એનું કાર્ય છો, એને જીવતો જાગતો પુરાવો છે. જે તમારી સેમી, હજારમી પેઢી ન હેતતો તમે હેતજ ક્યાંથી? આ પરથી એટલું