________________
વડનગર, વાલમ વિગેરે અનેક તીર્થોના જિનમંદિરે જોતાં તે વખતમાં માટી નગરીઓ, શહેરો, બંદરે હશે, પણ તેના બનાવનાર શીલ્પીઓ અત્યારે જોવામાં આવતાં નથી, પણ તેમના કાર્ય ઉપરથી સમજી શકાય છે.
- પવન કે વાયુ નજરે કોઈ જોઈ શકે છે? પણ વૃક્ષની ડાળીઓ હાલવા લાગે કે મંદિરની ધ્વજા ફરક્વા માંડે તો સહુ કઈ બેલી ઉઠે છે કે વાયુ વાય છે, તાત્પર્ય એજ કે પવન નજરે દેખી શકાતો નથી, પણ તેના કાર્ય વડેજ આપણે તેને જાણી શકીએ છીએ.
વિજળી દ્વારા અનેક પ્રકારના કાર્યો થાય છે. સ્વીચ (બટન) દબો કે પંખે ફરવા માંડે છે, અને ગ્લેબમાં અતિ પ્રકાશવંત દિીવો થાય છે, પણ એ પંખો ફેરવનાર તથા પ્રકાશવંત દીવો કરનાર વિદ્યુત શકિતને કોઇએ નજરે જોઈ છે ખરી? ગમે તેવી તીણી નજરવાળે પણ એને જોઈ શક્તો નથી, અને એકનું સે ગણું વધારે બતાવનાર, હજાર ગણું બતાવનાર દુબન આંખે લગાડે તો પણ એ વિદ્યુત શકિત જોઈ શકાતી નથી, પણ માત્ર તેના કાર્યો પરથી જ આપણે કહીએ છીએ કે જગતમાં વિદ્યુત નામની એક શકિત અસ્તિત્વ ધરાવે છે.
" આજ ઘરઘરમાં રેડીયે વાગે છે, અને આ ગીત અમેરિકાથી આવ્યું. આ ગીત કે લંબોથી આવ્યું. આ ગીત કલકત્તાથી આવ્યું. એમ કહેવામાં આવે છે, તો એ ગીત અમેરિકા કે