________________
૧૧૯
કેટલાક સમજદાર અને ભણેલાગણેલા માણસે આત્માના અસ્તિત્વને સ્વીકારકરતા નથી. તેઓ કહે છે કે આત્મા દેખાતો નથી. તેને શી રીતે માનીએ? જો દેખાડે તો માનવા તૈયાર છીએ. પરંતુ આત્મા એ કાંઈ લેઢાલાકડા જેવી વસ્તુનથી કે તેને હાથમાં પકડીને દેખાડી શકાય ? જે વસ્તુ અરૂપી છે. નજરે દેખાય તેવી નથી. તેને જાણવા માટે મહેનત કરવી પડે છે. ભેજું કસવું પડે છે, અને તેની જાણકારનો સહવાસ પણ સેવવો પડે છે. આટલી તૈયારી હોયતો આત્માને દેખવાનું, આત્માની પ્રતીતિ કરવાનું કામ જરાયે અઘરું નથી.
આ દુનિયામાં વસ્તુ કે પદાર્થ નજરે દેખાય છે, તેને જ આપણે માનીએ છીએ એવું નથી, જે વસ્તુ કે પદાર્થ દેખાતા નથી, પણ તેનું કાર્ય દેખાય છે, તેને પણ આપણે માનીએ છીએ અહીં પાંચ હજાર વર્ષ પૂર્વે મોહન–જો–ડેરો એ નામનું મોટું શહેર હતું. તેના રસ્તા વિશાળ હતા. ઘરે સુંદર હતા. અને તે બાગ બગીચાવાળુ હતું. એવું આજના એના દેખાવ ઉપરથી માલુમ પડે છે, પણ તેને કારીગર દેખાતો નથી. તેનું નામ નિશાન નથી, છતાં એ બનાવનારની સાબીતી તેના કાર્ય ઉપરથી થાય છે.
વળી પાવાપુરી, રાજગૃહી ક્ષત્રીયકુંડ, શૌરીપુર, હસ્તિનાપુર, જેસલમેર, રાણપુર, કુંભારીયા, નાડેલ નાડલાઈ, માંડવગઢ, ધંધા, દીવ, અજારા, ભદ્રેશ્વર, શંખેશ્વરજી, સેરીસા, તેજ,