________________
૧૧૮
સબંધી આત્મતત્વ વિચાર ગ્રંથમાંથી કંઈક વિચાખ્ખા લઈને કરીએ.
આત્મા વિના આત્મ સ્વરૂપ સંભવતું નથી. મૂલ નારિત તઃ શાખા ? જો મૂલજ નહેયતે ડાળી ડાંખળાં શી રીતે સંભવે ?
શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યકત્વનાં ૬૭ બેલે કહ્યા છે. તેમાં છ બોલ સમ્યકત્વનાં સ્થાનને લગતા છે. આત્યિજિઓ સા નિ, કત્તાત્તા ય પુનપાવાણું અસ્થિ ઘુવં નિવાણું, તદુપાઓ અત્યિ છઠ્ઠાણે છે
૧. જીવ છે. ૨. તે નિત્ય છે. ૩. તે કર્મને કર્તા છે. ૪. તે કર્મ ફળને ભકતા છે. ૫. મેક્ષ છે. અને ૬. તેને ઉપાય પણ છે. એટલે જે જીવ છે, એમ માને છે. અર્થાત્ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે, તેને જ સમ્યકત્વ પશી શકે છે. બીજાને નહિ. : જે જીવ કે આત્મા જેવી કેઈ સ્વતંત્ર વસ્તુને સ્વીકાર કરવામાં ન આવે તે પુણ્ય–પાપને વિચાર નિરર્થક ઠરે. વર્ગ નરકની વાતો પણ નિરર્થક ઠરે, અને પુનર્જન્મ કે પરલોકની વાતો અર્થહીન બની જાય. ' એટલે આત્માની અસ્તિત્વનો સ્વીકાર એ આત્મવાદ કે મેક્ષવાદના પાયાની પહેલી ઈંટ છે, અને તેથી જ પ્રથમ વિચારણું તેની કરવામાં આવે છે.