________________
૧૦૭
સદાય ભીખ માંગુ છું. મારે વેશ મને અપાવે તેજ સુખ થાય.. આવા પ્રકારના રાજકુંવરના વચન સાંભળીને સેવક પણ દિલમાં ગભરાયા, રાજસેવકે તે ખરા રાજકુંવર જ સમજે છે, કારણકે રાજકુંવર અને ભાણીયો જન્મથીજ બંને બેલીમાં રૂપમાં રંગમાં વયમાં પણ સરખાજ છે. એટલે તફાવત જાણી શક્યા નહીં. જેથી કહે છે કે કુંવરસાહેબ અમારા ઉપર કૃપા કરે. અને અમારી શી ભૂલ થઈ છે તે અમને સમજો. ભીખારી ભાણી કહે છે કે ભાઈસાબ હું નિધન માણસ છું. હાથ જોડીને તમને કહું છું કે મને મનમાં ઘણું દુઃખ થાય છે. માટે મારે વેશ મને અપાવે. આમ બહુ રીતે કરગરવા લાગે. એટલે નોકરે પણ ગભરાયા. અને ગાંડા પાગલ જેવા ચાળા જોઈને વિચારે છે કે ક્યાં રાજકુંવરને રૂવાબ અને ક્યાં આવા રંકની જેમ દીનતા ભરેલા વચને, હાયહાય રાજકુંવરને શું થઈ ગયું, કાંતે ભૂત વળગ્યું કાંતો પલીત ચોટયું. કાંતો ડાકણ અથવા શાકીણી વળગી જણાય છે. રાજાસાહેબજી જરૂર આપણને ઠપકો આપશે કે રાજકુંવરને એકલા મૂક્યા જ કેમ ? હવે તેને શું જવાબ દેવો ? એમ મુંઝાવા લાગ્યા.
વળી સેવકે રાજકુંવરને કહે છે કે, કુંવરસાહેબ. અમારી ભૂલે માફ કરી અમારા ઉપર કૃપા કરી આ હાર ગજરા કલગી વિગેરે રવીકારે. તે વખતે ભાણો પણ કહેવા લાગ્યું કે ભાઈસાબ ગરીબ માણસની હસી શા માટે કરે છે ? ભાઈસાબ હું રંક