________________
૧૦૬
એક્ષપદ જાણવાની જરૂર છે. મુક્તિના ધ્યેય ઉપરજ છત્ર કુંવર અને ભાણકુંવર ચરિત્ર વિચારી રહ્યા છીએ. તેમાં કર્મની લીલા કેવી વિચિત્ર છે. તે એક ચિત્તથી ધારે.
હે ભવિજીવો કેવું કૌતુક થયું છે તે સાંભળે.
છત્ર કુંવર તો રંક ભાણીયાને પિતાને વેશ પહેરાવી અને પિતે રંક ભાણીયાને વેશ પહેરી બગીચાની બહાર રંક બનીને કૌતુક નિહારવા ઉભો રહ્યો છે. આ બાજુ રંક ભાણ રાજકુંવર જે બનેલું છે. પણ બીક ઘણી છે. જે વેશ દેખીને પહેલાં રાજી રાજી થતો હતો. હાથ અડાડવાનું પણ ભાગ્ય ક્યાંથી હોય ? એમ મનમાં વિચારતે હતે. તેજ વેશ હાલમાં પોતાના શરીર ઉપર છે. છતાં હાલમાં તેને ચેન પડતું નથી. રાજકુંવર કયાં ગયા ? આ વેશ તારી પાસે ક્યાંથી આવે ? તું આ બંગલામાં
ક્યાં છૂપાઈ રહ્યો હતે. વિગેરે વિગેરે પૂછશે ત્યારે હું શું જવાબ આપીશ. સાચી વાત કહેતા છતાં પણ રંક એવા મારું સાંભળે જ શાના ? આવા આવા તર્ક વિતર્ક કરી રહ્યો છે, તેવામાં પુષ્પો લેવા ગયેલા ભાઈએ તાજા પુષ્પ. કલગીઓ પુષ્પગુચ્છા. હાર વિગેરે લાવી નમન કરી તેની પાસે મૂકી હાથ જોડીને કહે છે કે આપના હુકમ મુજબ લાવ્યા છીએ. આપ અમારા નાથ છે. અને અમે આપના દાસ છીએ તે બીજો હુશ્ન હોય તે ફરમા, ભાણી ગભરાયેલે તે છે. જેથી શરીર કંપવા લાગ્યું અને બે હાથ જોડીને કહે છે કે ભાઈસાહેબ હું ભાણી