________________
૧૦૨
હેત નહિ. પરંતુ અધિક ખાવામાં અધિક સુખથાત, પણ તેમાં થતું નથી. એને અનુભવસિદ્ધજ છે કે અધિક ભજન કરવાથી સુખ તે દૂર રહ્યું. પણ ઉલટુ અજીર્ણ થાય છે અને અનેક રોગ પ્રાપ્ત થાય છે. જેમ જેમ ખવાય તેમ તેમ સુખ એમ નથી જ પણ પેટને ખાડે પુરાયે એટલે ભૂખના સંકટનું નિવારણ થયું તેને જ સુખ માનવામાં આવ્યું છે.
તેવી જ રીતે કંઠ શેષણ એટલે તૃષા તે નિવારવા જલ પણ સુખરૂપ મનાયું છે. તરસ છીપાતાં કોઈ પણ માણસ અધિક પાણી પીતે નથી. જે લેકે શીતળતા ઠંડક વિગેરેના લાભ અધિક જલપાન કરે છે. તેને આફરે અથવા ઉલટીની આપત્તિ વહેરવી પડે છે. તેમજ પશેન્દ્રિયને અંગે પણ તાપ અને ઠંડક પણ તેટલાજ પ્રમાણમાં અનુકુળ લાગે છે કે જેટલા પ્રમાણ માં બફાર કે ઠંડીના વિકારે પ્રાપ્ત થયા છે. તેથી જ અતિશય તાપ કે અતિશય ઠંડી જીવોને સુખરૂપ થતાં નથી. કહેવાનું એજ કે ટાઢ કે તાપ પોતે જ સુખરૂપ હોત તે ટાઢ કે તાપના વધારાની સાથે સુખનું પ્રમાણ પણ વધવું જોઈએ. પણ એમ થતું નથી એ અનુભવ સિદ્ધ છે. આ જ પ્રમાણે નાક કાન અને આંખને અંગે પણ સમજી લેવું.
તે તે ઈન્દ્રિયના વિષયેને અંગે પણ જરૂરીયાત પ્રમાણે ગંધ, શબ્દ અને રૂપ સુખ કરનારા થાય છે. પ્રમાણથી અધિક આવેલે શબ્દ કાનને બહેરા કરે છે. જરૂર કરતાં અધિક પ્રમાણમાં