________________
૧૦૦
પ્રમાણે બેલનારની સાથે હામહ ભણનારાઓને ઉપર જણાવેલી બધી વસ્તુઓ ઉપાધીમય છે. એનું ભાન થયું નથી. એટલે જ સુખ નહી હેવા છતાં સંસારમાં સુખ છે તેવી ગણત્રી તેઓની છે.
દુનિયામાં રહેલાં દરેક પદાર્થો ઉપાધિમય જ છે. નાશવંત છે. તે ચોક્કસ છે. સુખની પાછળ દુઃખની પરંપરા ચાલુ જ હોય છે. જેમ ખરજવાના દરદવાળાને ખરજ ખણતાં સુખ લાગે છે. પણ પાછળ કાળી બળતરાને જ અનુભવ થાય છે. છતાં પણ ખરજ ખણવાની મીઠાશ યાદ આવ્યા કરે છે, અને તે મીઠાશમાં સુખમાની વારંવાર દુઃખી થાય છે, કોઈ વૈદ્ય ડેકટર કે અનુભવી જડમૂળથી ખરજવાનોરોગ નાબુદ કરવા કહે અથવા દવા બતાવે. તે પણ ખરજ ખણ્યાની મીઠાશનું સુખ ચાલુ રહે અને ખરજવું મટે એવા જ વિચાર તેને હોય છે. એટલે તે દરદી કદાપી સાજો થઈ શકતો નથી.
એવી જ રીતે દુનિયાના ભોગે તે ખરેખર ગરૂપ છે. છતાં તે ભેગો ભેગવવાના ચાલુ રહે. અને મેલ પણ મળે. તેવી ભાવનાવાળા અભવિઓ હોય છે. પણ તે કદીકાળે તેમ બની શક્કાનું નથી જ બની શકતું જ નથી.
જગતમાં ભયના સ્થાને અનેક છે. નિર્ભય રથાન જે કોઈ હોય તે તે મેક્ષજ છે. કહ્યું છે કે – ભેગે રેગભયં, સુખે ક્ષય ભયં, વિત્ત ભૂિભૂદ્દભયમ દામ્ય સ્વામિભયં, જયેરિપુભયં, વંશકલંકાક્ભયમ્