________________
અભવિષ્ટોને શાશ્વતા સુખની શ્રદ્ધા જ હેતી નથી. ક્ષણીક સુખની પાછળ કેટલું બધું દુઃખ રહેલું છે. તે સંબંધી લાંબો વિચાર તેઓ કદીએ કરતા નથી. જેથી જ દુનિયામાં ક્ષણિક સુખના સાધને પાછળ ગાંડાધેલા બની તે સિવાય બીજું વિશેષ સુખ હોયજ નહી. એવી જ માન્યતા તેઓની હેય છે.
અવિના આત્માઓની માન્યતા એવી હોય છે કે દુનિયામાં જે જે સુખના સાધનો છે. તેવા સુખે. તેવા સુખના સાધનો મોક્ષમાં છે જ નહી. એમ સમજીને મેક્ષમાં શું સુખ છે ? એમ કહેતા ફરે છે. કહેવાય કે મોક્ષનગર પણ નગરમાં કાંઈ કહેતા કંઈ મળે નહિ. ન મળે ખાવાનું, પીવાનું હરવા ફરવાનું. ન મળે લાડી વાડી કે ગાડી, ત્યાં સુખ શેનું ? નમળે બાગ બંગલા કે બગીચા નમળે નાવાવાનું કે તરવાનું સાધન ન હોયબાથરૂમ કે જાજરૂં ન મળે દવા કે ડોકટર. ન મળે ધર્મશાળા કે ઈપીતાલ. ન મળે પલંગ ખુરશી કે ટેબલ, ન મળે ગાદલા ગોદડા. ન મળે રજાઈ કે ઓશીકા. ન મળે પંખા કે વીજળી, ત્યાં સુખ શાનું? ન મળે વાસણ, ન મળે કપ રકાબી, ન મળે રબરની કથળી. ન મળે ગેસ ચૂલે કે આવ. ન મળે ઘાસલેટ. ત્યાં ન હાય રેડીયે. ફેનોગ્રાફ. ટેલીફેન કે વાયરલેસ અને ટેલીવીઝન. ત્યાં ન મળે છાપાઓ કે નેવેલે. ન કંઈ નવું જાણવાનું મળે ન કંઈ જુનું જોવાનું મળે. ન હોય મોટર વિમાન બસ. બાઈસીક્લ કે રીક્ષા. મેક્ષમાં શું સુખ છે? તેજ સમજાતું નથી.