________________
૯૭
સાતમી ઢાળનું વિવેચન–મહાનુભાવ! જે નગરમાં પહોંચવું છે. તે નગરને માર્ગ જ્ઞાની ભેમીયાએ જણાવેલ હોય તેને બરાબર ખ્યાલ રાખી ધ્યાન રાખીને ચાલીએ તો રહેજે રમતા રમતા ઈચ્છિત રથાને પહોંચાય. પણ જે બેદરકારી પણ મનમોજીપણે અથવા પૂર્વ દિશાના બદલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યા કરીએ તે નશીબમાં રખડવાનુ જ ચાલુ ને ચાલુ જ રહે. તેમાં નવાઈ જેવું નથી.
ભાગ્યશાળીઓ ! જે સમ્યગ્દષ્ટિ જ હોય છે. તેઓનું દિવ્યેય સદા મુક્તિમાંજ જવાનું હોય છે. જેથી રહેજે હે જે થોડાક ભમાં પુન્યાનુબંધી પુન્યથી રમત ગમતમાં આનંદ કરતા કરતા પરિસહાદિ ઉપસર્ગોને સહન કરી અષ્ટકર્મોને દૂર કરી અખંડ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરી લે છે. અને સદાકાળ સુખમાં જ રહે છે.
દુર્ભવી અથવા દુર્લભધિ જીવેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા જ્યાં સુધી થતી નથી. ત્યાં સુધી ઘણા ઘણા લાંબાકાળ સુધી તેઓને ચારે ગતિના દુઃખ જન્મ મરણના દુઃખ ભેગવવા જ પડે છે. અને અભવિ છે મેક્ષ જેવી વસ્તુજ માનતા નથી. મિક્ષમાં શું સુખ છે? એવા પ્રકારની માન્યતા હવાથી ચારે ગતિમાં તેઓ સદાકાળ ભટકતા જ રહે છે. કોઈ પણ સમયે તેઓ. મુક્તિના સાચા સુખને મેળવી શક્તા જ નથી.
19.